________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
// રામ વિનેશ્વર રતવન. //
(૨)
ચરમ જિનેશ્વર અતિ અલસર, સખી હું નિશદિન ધારૂં, પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપી, સતનથી વિચારૂં. ચરમ- ૧ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ફલે ભિન્ન ગ્રહીએ, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએરે. ચરમ- ૨ અસ્તિતા પર દ્રવ્યાદિકની, સમયે સમયે અનન્તિરે, ચેતન પ્રત્યે નાસ્તિતા તસ, સત્યપણે તે વહન્તિરે. ચરમ- ૩ યદિ નાસ્તિતા વર્તે નહીં તે, ચરપરિણામિ હોય, આત્મ અસ્તિતા પરમાં વર્તે, નાસ્તિરૂપે અવલેયરે. ચરમ- ૪ અસ્તિ નાસ્તિતા સમયે સમયે, આતમદ્રવ્યું ધરીએ રે, કર્મ વર્ગણા ભિન્ન વિચારી, નિજગુણતા અનુસરીએ રે. ચરમ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારેરે, ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારે. ચરમ૦ ૬ પૂર્ણકર પરમાતમ પ્રેમે, મન મંદિરમાં સ્મરીએ, બુદ્ધિસાગર' અવસર પામી, ભવજલ સાગર તરી એરે. ચરમ- ૭
છે. શ્રી
નિન તવન II
વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીતજગીરી, મિચ્યા પરિણતિ ભ્રમણું ભાગી, સુરતા વીરપદ જાય લગીરી. વી. ૧ અજ અવિનાશી અટલ અનાદિ, આત્માસંખ્યપ્રદેશપણેરી, નિર્મળ શુદ્ધ સનાતન શાશ્વત, પ્રતિપ્રદેશે શક્તિ ઘણેરી. વીર. ૨ આતમ વીર્ય અનંતુ ધારક, આવિર્ભાવપણે જે ચહેરી, વીરનામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી. વીર. ૩ તિભાવ નિજ શક્તિ પ્રગટે, અસ્તિનાસ્તિસ્યાદ્વાદમયીરી, અલખ અગોચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભઈરી. વીર. ૪
For Private And Personal Use Only