________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
ભજન પદ સંગ્રહ.
અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનાંરે પામે; સંઘ ચતુવિધ શાસન ઉન્નતિ, થાશે આપના જ નામેરે. શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિનાં કર્તા, પાપ પાખંડ સહુ હર્તા, પાર્શ્વપ્રભુ નામ મન્નના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી. ૪ આત્મસમાધિના દાતાને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકારે. ગાંડે ઘહેલે પણ બાલ તુમારે, દયા લાવીને ઝટ તારે. શ્રી. ૫ નિરાકાર ને સાકારવાદની, તાણાવાણે કેઈ ખૂલ્યા; ભેદુની પાસે ભેદ સહ્યાવિણ, ભણતરમાં બ્રાન્તિથી ભૂલ્યારે. શ્રી. ૬ નિરાકારને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું; સ્યાદ્વાદદર્શનજ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચું રે. શ્રી૭ કપટે કટિ યત્ન કરે કે, જૂઠું તે સહુ જાણું; સ્યાદ્વાર દર્શન આતમસ્પર્શને, આત્મપ્રદેશે રંગાણુંરે. શ્રી. ૮ ઈષ્ટદેવ ને ગુરૂ સુખસાગર, ધર્મગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર જયજય બેલે, જિનદર્શન બલિહારીરે. શ્રી૯
gઢ.
અલખ
અલખ૦ ૧
(શામળીઆની પાઘડી–એ રાગ,) તારું નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં,
તારી શકિત અનંત કહાય. જ્ઞાનાદિક તુજ સંપદારે, કર્માચ્છાદિત થાય; પરભાવ રંગી ચેતનારે, કર્મ ગ્રહણકે ઉપાય. ધૂમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પોતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય. દેખે તે તારૂ નહીં, તાહરૂ તાહરી પાસ; પિતાને રંક માનીને, ક્યાં કર તું પર આશ. કાલ અનતે ઉંઘીયોરે, મિથ્યા રયણ મઝાર;
ગુરૂએ ઉઠાડીયેરે, સફલ થયો અવતાર. વિનય ભક્તિ કરૂણું ઝહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિદઘન સંગે ખેલતાંરે, કર્મ કલંક કટાય.
અલખ૦ ૨
અલખ૦ ૩
અલખ૦ ૪
અલખ૦ ૫.
For Private And Personal Use Only