________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એને કાને પોતાના પ્યારા વાછરડાની ચીસ પડી.
ગાય ગમે તેટલી દૂર હોય તો પણ પોતાના વાછરુના ભાંભરડાને ઓળખી જાય છે, એ જ રીતે બહેચરે પોતાના વાછરડાની ચીસે સાંભળી. અત્યંત વેદનાભરી એ ચીસો હતી. વાછરડાના અબેલ અંતરમાં કેટલી બધી વેદના થતી હશે !
બહેચર મુઠ્ઠી વાળીને ત્યાં દોડ્યો. આવીને જોયું તે બહેચરને કમકમાં આવી ગયાં. એકબાજુ પ્રાણીની વેદના તરફ કરુણા જાગી, તો બીજી બાજુ માનવીનાં કાળાં કામ માટે નફરત જાગી. વાઘરી કામ પૂરું કરી છરી લુછતો હતો. જમીન પર લેહી પડ્યું હતું. વાછરડે વેદનામાં તરફડતો હતો.
બહેચર તો સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. પેલા સાધુમહારાજનાં વચને એના મનમાં ગૂંજવા લાગ્યાં. અબેલ પ્રાણીનેય આપણુ જેવો આત્મા હોય છે. એનોય જીવ આપણી પેઠે દુભાતો હોય છે.
For Private And Personal Use Only