________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અિકૉલt iષ્ટ્ર
વિજાપુરમાં કણબીવાસમાં વાત ચાલી.
ખેમા પટેલ કહે : “અલ્યા આ બહેચરને થયું છે શું ? પહેલાં પગ વાળીને એક ઘડીય બેસતા નહોતો અને હવે કલાકે ના કલાક સુધી ઊંડા વિચારમાં બેસી રહે છે!”
બાજુમાં બેઠેલા રેવાબા બોલ્યાં : “અલ્યા, ખેડૂના દીકરાને ખેડ પરથી મન ઊઠી જાય એટલે નક્કી હવે ધનત– પનોત નીકળવાનું જ બાકી રહ્યું !”
એમાં વળી કોઈ હસીને ટાપસી પૂરતું : હા, હા, સાચી વાત. કાલે મારા ઢાંઢા નહોતા
For Private And Personal Use Only