________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી. ભડકેલી ભેંસ દોડતી આવતી હતી. એની જાણ વિનાના મુનિ ધીમે ધીમે ચાલ્યા આવતા હતા અને હવે તો ભેંસને અને મુનિને થોડુંક જ છેટું રહ્યું હતું.
બસ, પળ– બે પળને જ હવે ખેલ હતે. હમણું મુનિ હતા ન હતા થઈ ગયા સમજો!
બરાબર આવે વખતે એક જુવાનિયે કૂદીને વચ્ચે આવ્યો. કઈ લડવૈયો ઘસે એમ એ ભેંસ સામે ધો. ભેંસનું ઝનૂન વિફરેલી વાઘણ જેવું હતું. ભેંસનું તેફાન ગાંડા હાથી જેવું હતું.
પળવારમાં આ જુવાન ભોંયભેગો થઈ ગયો સમજે. ભડકેલી ભગરી ભેંસના રસ્તામાં કોઈ ભડવીર ન આવે, અને આ તો સામે ચાલીને સામને કરવા દોડ હતો.
પણ વાહ રે જુવાન ! મેં સે એની સામે શિંગડાં ઉલાળ્યાં તે એણે ચપળતાથી ભેંસનાં શિગડાં પકડી લીધાં.
For Private And Personal Use Only