________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
જોગીરાજે મધુપૂરીમાં (મહુડી ગામમાં) આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. પણ સાથોસાથ એક નિયમ પણ નક્કી કર્યો કે મૂર્તિની રોજેરોજની પૂજા બંધ. બાર મહિને માત્ર એક જ વાર, કાળી ચૌદશની રાત્રે, હોમહવન સાથે, એની કેસરથી પૂજા થાય. એ માટે યોગીરાજે મંત્રો બનાવ્યા. એ મંત્રો હોમ વખતે બાલવાના.
આ સમકતી દેવને નિવેદમાં માત્ર સુખડી ચડે. ગમે તેટલી સુખડી ચડે, પણ એ મંદિરની દીવાલની બહાર લઈ જવાય નહિ, અને રાત વાસી રખાય નહિ. ત્યાં ખવાય તેટલી ખાવ, બાકી વહે –નાતજાતના ભેદ વગર સૌને વહેચે !
ગામની અઢારે કેમ એ સુખડી પામે. જાણે સુખડીનું સદાવ્રત બાંધ્યું.
બુદ્ધિસાગરજી તો અઢારે આલમના અવધૂત હતા. સાંપ્રદાયિકતા કે સંકુચિતતા એ મુનિના હૈયામાં નહોતી. એ સહુના હતા, સહુ એમના હતા.
:
".JS
ti
Lili
::
Kી
: invi
,' ,
"
For Private And Personal Use Only