________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી આંખમાં ભય હતો. પિતાના વહાલા બાલુડાને કંઈ રજા–કા તે નહિ થાય ને?
શિવા પટેલ નાગ ભણી તાકી રહ્યા એના હલનચલનને નીરખતા હતા.
માતા તો આંખ બંધ કરીને ભગવાનને આજીજી અને વિનંતિ કરવા લાગી. ભેળી નારીએ મનોમન બાધા લેવા માંડી : “હે માતા બહુચરા! મારા દીકરાને સાચવજે ! એના પ્રાણને જાળવજે ! તારા સતના પ્રતાપે એનું રક્ષણ કરજે! મા! મારો દીકરો બચશે તો તને પાંચ – પાંચ દીવા કરીશ !”
માતાના અંતરની મમતાભરી વાણી સંભળાઈ હોય કે શાંત વાતાવરણની અસર થઈ હોય, એ ગમે તે હોય, પણ નાગ ધીરે રહીને પાછા ફરીને પીલુડીના જાળામાં સરી ગયો.
શિવા પટેલને શ્વાસ હેઠે બેઠો. અંબાબાઈને થયું કે મા બહુચરાએ એની પ્રાર્થનાને સ્વીકાર કર્યો.
-
-
-
For Private And Personal Use Only