________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
૧૭૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી દીપડે વાંદરાના શિકારે નીકળ્યો હતો. સૂરિજી નજીk પહોંચતા જ દીપડો શિકાર છોડીને જંગલમાં અલોપ થઈ ગયા હતા.
શ્રી બુદ્ધિસાગરસૂરિની નિર્ભય આત્મદશાથી એવા બનાવો બન્યા કે જેને જગત ચમત્કાર તરીકે ખપાવે. જગત તો સ્વાર્થની પૂજા કરે છે. જગતના લોકો પોતાને કંઈને કંઈ સ્વાર્થ સિદ્ધ કરવા સરિજી પાસ આંટા મારવા લાગ્યા. અનેક રાગિયા-દાગિયાય આવવા લાગ્યા. સૂરિજી તે સદાય હૃદયમાં સહુના કલ્યાણના મંત્રો રટતા હતા. એમને સિદ્ધિઓમાં રસ નહોતો, ચમત્કારથી નામના જમાવવી નહોતી. એ તે યોગી આનંદઘનની માફક પોતાની ધ્યાનની મસ્તીમાં ડૂબેલા હતા. માગનારને ક્યારેક માગ્યું મળતું પણ ખરું. એટલે જેને ફળે એ મહિમાને વિસ્તાર કરે. કોઈકની પેટની પીડા મટી, તો કોઈકની સૂરિજીના આશીર્વાદે સંસારની ઉપાધિ ઘટી.
મ
For Private And Personal Use Only