________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાનો સાગર ઓહ ! કેટલી બધી કીમતી આંગી રચી છે !”
આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ મુનિરાજના અહોભાવ તરફ લક્ષ આપ્યું નહિ. મુનિરાજે ફરી આંગીની તારીફ કરતાં આચાર્યશ્રીને કહ્યું : “અરે, આપને ખબર છે? આજે તે પાંચ લાખના હીરાની આંગી થઈ છે.
પ્રભુની પૂજામાં તલ્લીન થયેલા આચાર્યશ્રીએ મુનિરાજની વાત સાંભળી ન સાંભળી કરી. મુનિરાજે માન્યું કે એમની આવી મહત્વની વાત આચાર્યશ્રીએ સાંભળી નથી. પરિણામે ત્રીજી વાર એમણે આંગીની પ્રશંસા કરતાં કહ્યું : “આવી પાંચ લાખના હીરાની આંગી આપે આ અગાઉ કયાંય જોઈ હતી ખરી?”
આખરે આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ કહ્યું : પ્રભુની આંગી જોતી વખતે તમારી નજર આગી પર અટકવી ન જોઈએ, પણ પ્રભુ પર ઠરવી જોઈએ.
: :
.!
For Private And Personal Use Only