________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી પેલી સ્ત્રી આતુર નયને ઊભી રહી. હમણું અંબાબાઈ આવશે ને મીઠી મધ જેવી છાશ આપશે !
એવામાં પડેશની એક છોકરી રમતી રમતી આવી અને બોલી :
અરે બેન, અંબાબાઈને તો ગઈ રાતે દીકરો અવતર્યો છે, તેથી આજ છાશવાર નથી.”
ગામની સ્ત્રીના મુખ પર જાણે આનંદની છાલક વાગી. છાશ માટેની દોણી હાથમાં જ રહી ગઈ. એના અંતરમાંથી આપોઆપ વહાલપના શબ્દો સરી પડયા :
ખમ્મા ખમ્મા ! સે વર્ષને થાજે એને દીકરો ! ”
છાશ લેવા આવેલી સ્ત્રી પાછી ફરતી હતી, ત્યાં તે શિવા પટેલ અવાજ સાંભળીને બહાર નીકળ્યા. હળવે રહીને પૂછયું : “કેમ વહુ, કેમ આવ્યાં'તાં?'
આ તો છાશવારો જાણીને છાશ લેવા આવી
For Private And Personal Use Only