________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખૂલવા લાગી. ઘરમાં ભરાઈ ગયેલા લોકો બહાર આવીને હકારા-પડકારાભરી વાતો કરવા લાગ્યા. ખરે વખતે ખોટા એવા સહુ કોઈ મોટી મોટી બડાશ હાંકવા લાગ્યા.
એવામાં દૂરથી બહેચરદાસ માસ્તર આવતા દેખાયા. એમની પડછંદ કાયા બધામાં જુદી તરી આવતી હતી. એમના મુખ પર બ્રહ્મચર્યના તેજને ઝળહળાટ હતા. ખભા પર લાકડી ઝુલતી હતી.
આફતને વખતે બારણાં બંધ કરીને ઘરમાં પેસી જનારાઓને એક મજાક સૂઝી.
એક જણે કહ્યું : “અરે માસ્તર, તમે? તમારા જેવા શાસ્ત્ર ભણાવનારથી તે શસ્ત્ર કેમ ઉપાડાય ?'
બહેચરદાસ માસ્તરની કાયા ટટ્ટાર થઈ ચહેરો સહેજ સખત બન્યો. આંખમાં ડારી નાખે તેવું તેજ પેદા થયું. તેઓ બોલ્યા, “કેમ ભાઈ! આ તમારો
l)
બી/
A
:
=
=
=
=
For Private And Personal Use Only