________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ખેતર હતું. એ આંબાના વૃક્ષ નીચે આરામ લેવા બેઠો.
મંદ મંદ હવા ચાલી રહી હતી. રાયણની ઊંચી ડાળે કોયલના ટહુકાર સંભાળતા હતા. નીલ આકાશ સ્વચ્છ અરીસા જેવું ચમકતું હતું. બહેચરનો હૃદયમાં ચાલતું તોફાન શમી જતું લાગ્યું. વમળમાં આમતેમ અટવાતી હૃદયનૌકા વમળને પાર કરીને પાણીમાં સડસડાટ માર્ગ કાપવા લાગી. આંબાની એ ઘટા નીચે જીવનનો માર્ગ મળી ગયો અને મન પરનો મેટો બેજ પળવારમાં હટી ગયો. અંતરને એ નિરધાર કવિતાના રૂપમાં પ્રગટ થયો. શુભ કાર્ય કરૂં નિજ જેવું ગજું, સહી સંકટ દુઃખને ધર્મ સજુ, નિજ આતમ સરખું ગણું જગને, કદિ હિંસા વિષે ન ભરૂં ડગને; શુભ ધૈર્ય ભરૂં જ રગેરગને, તનુ મન વચથી ન કરૂં અઘને, નિજ આતમની પરમાતમતા, કરવા તજુ મેહ અને મમતા; પ્રભુ પ્રેમમાં લેક કરૂં રમતા, તજી રાગ ને રોષ, ધરૂં સમતા, પ્રભુ જીવન એવું કરૂં જ કરું, પ્રભુ પ્રાપ્તિ વિષે જ મરૂં જ મરું; આતમ પ્રભુ પ્રેરણા ચિત્ત ધરું, મુજ જન્મ વિષે આ કાર્ય ખરૂં,
For Private And Personal Use Only