________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬
બાળકના બુદ્ધિસાગરસૂરિજી
કામ શીખવા લાગ્યો. તીક્ષ્ણ બુદ્ધિ, સુંદર રજૂઆત અને મરોડદાર અક્ષરોને કારણે એમને વેગથી સફળતા મળી. વકીલાતનાં પુસ્તકોનું વાચન શરૂ કર્યું. અસીલ, મુદ્દો, દાવો, અપીલ, વાદી–પ્રતિવાદીની વમળભરી દુનિયામાં એ અટવાઈ ગયો.
એક વાર એના આત્માએ અસીલના રૂપમાં દાવો. દાખલ કર્યો અને બહેચરને પૂછયું કે તારા જ્ઞાનનો સાચાને ખોટું અને ખાટાને સાચું ઠેરવવામાં ઉપયોગ કરવા માગે છે? પરમાત્માની પ્રાપ્તિનું તારું સાધ્ય. આ દુનિયાદારીમાં સાવ ભૂલી જ ગયો કે શું?
ત્યાં વળી અંતરમાંથી પ્રતિવાદીનો અવાજ આવ્યો કે મારે પહેલાં કુટુંબનું કલ્યાણ કરવું જોઈએ, આત્માનું કલ્યાણ એ પછી આવે છે.
ફરી વાદીના રૂપમાં આત્માએ પૂછયું કે પેલી સત્ય અને ધર્મનિષ્ઠા જળવાય છે ખરી? જૂઠભર્યું તરકટી જીવન તને શું ગમે છે?
જે
GS.
For Private And Personal Use Only