________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતિના આધારે આત્મા આદિનું મંડન કરવામાં આવ્યું તે વાચકે લક્ષમાં લેશે. આમા દેહવ્યાપી છે એવો અનુભવ આવે છે. દેહ વિના અન્યત્ર આત્મા છે એ અનુભવ આવતું નથી. દેહાશયે સુખ દુઃખ વગેરેનું ભાન થાય છે. જે દેહની બહારુ આત્મા હોય તે દેહાધાર આશ્રયી જેવો અનુભવ થાય છે તેવો થવે જોઈએ. સત્-ચિ અને આનંદને હૃદયને લઈ અનુભવ આવે છે. જ્ઞાનદર્શન ચારિત્ર સ્વરૂપ આત્મા છે. દેવાધિષ્ઠાનને લેઈ જ્ઞાનદર્શન ચારિત્ર સ્વરૂપ આત્માને અનુભવ આવે છે. આકાશની પિઠે સર્વત્ર વ્યાપક આત્મા માનવામાં આવે તો તે આકાશની પેઠે માયા, કર્મ આદિથી બંધાય નહીં તથા આત્માની સાથે શરીર કર્મ વગેરેને સંબંધ થઈ શકે નહીં. શરીરને, કર્મને અને આત્માને સંબંધ ન્યાય પૂર્વક છે તેથી સર્વત્ર વ્યાપક આત્મા માનવામાં આવે તો તેના એક દેશમાં પ્રારબ્ધાદિ કર્મ લાગી શકે નહીં. મન બંધાય છે પણ સર્વત્ર વ્યાપક આત્મા બંધાતું નથી એમ જે માનવામાં આવે છે તે પણ ઘટી શકતું નથી કારણ કે–સર્વત્ર વ્યાપક આત્માથી ભિન્ન મન માનવામાં આવે તે તેનું પરિમાણું કહેવું પડશે અને તે આત્મા રૂપ ઘટી શકશે નહીં. માટે દેહ વ્યાપી અસંખ્ય પ્રદેશી આત્મા વ્યક્તિની અપેક્ષાએ માનવો જોઈએ અને કેવલ જ્ઞાનની અપેક્ષાએ વ્યાપક આત્મા માનવો જોઈએ. યોગશાસ્ત્રમાં દેહના અમુક સ્થાનમાં આત્મધ્યાન ધરવા કહ્યું છે તેનું કારણ એ છે કે આત્મા દેહ વ્યાપી છે. દેહ વ્યાપી આત્મા છે તેથી દેહવડે કરેલાં પાપ પુણ્ય વગેરેને અન્ય ભવમાં દેહવડે આત્મા ભેગવે છે. વેદમાગ માં પણ ઉપયુક્ત સિદ્ધાંતને સ્વીકાર કરે છે. સમાધિમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે અને તે અનુભવ વડે કહેવામાં આવે છે કે–સંસારી કમ દશામાં દેહવ્યાપી આત્મા છે અને કેવલ જ્ઞાનવડે સર્વ વ્યાપક આમા છે એમ કેવલ જ્ઞાનની અપેક્ષાએ અનુભવ આવે છે. બ્રહ્મસૂત્રમાં દેહવ્યાપી આત્મા માનવાનું ખંડન કરવામાં આવ્યું છે પણ તે અયુકત છે. સ્વાદાદમંજરી, સ્વાદાદ રત્નાકર, વગેરે જૈનન્યાય ગ્રન્થમાં દેહ વ્યાપક આત્મા છે એમ અનેક યુક્તિયોથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આત્માના અનંત જ્ઞાનરૂપ–બ્રહ્મમાં અનંત પદાર્થો ભાસે છે માટે તે અનંત જ્ઞાન રૂ૫ બ્રહ્મ સ્વતઃ પ્રમાણે વેદ છે અને તેનો અનુભવ જ્યારે થાય છે ત્યારે આત્માની વ્યાપતા અને વ્યાપકતા માટે માથાકુટ રહેતી નથી.
પ્રશ્ન-જૈને શું વેદને માને છે ? ઉત્તર–જેને જિન ભગવાને કહેલા લોકોત્તર આગમરૂપ વેદ આર્ય
For Private And Personal Use Only