________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ ) દોષો દર્શાવેલા છે તે લાગી શકતા નથી. પરમાણુના જેટલો વા પરમાણુ સ્વરૂપ આત્મા ન હોવાથી પરમાણુ જેટલો રામાનુજ આત્મા માને છે તેમાં જે દેશે લાગુ પડે છે તે દોષ તે સર્વ જણાવેલા આત્મામાં લાગુ પડતા નથી. રામાનુજે તમેએ માનેલા વ્યાપક આત્મામાં સેંકડો દે દર્શાવ્યા છે તથા આર્યસમાજીએ એક બ્રહ્મની માન્યતામાં તમારા પર સેંકડો દેને આરોપ કર્યો છે તથા જૈનાચાર્યોએ સમ્મતિતર્ક, સ્યાદ્વાદમંજરી, નયનચક્ર વગેરેમાં તમારી એક બ્રહ્મની વ્યાપકતામાં સેંકડે દોષ જણવેલા તેને ઉદ્ધાર કરવામાં તમે સમર્થ થયા નથી તે લક્ષ્યમાં લેવાની જરૂર છે. આ ત્માને અરીશાન મતો મરીન એમ વેદકૃતિમાં જણાવ્યું છે તેની અપેક્ષાને તમે જાણી હેત તે તમે શંકા કરી શકતા નહીં. પ્રદેશોની અપેક્ષાએ આત્મા અણુથી પણ અણુ અર્થાત પરમાણુઓથી પણ બહુ સૂક્ષ્મતર અરૂપી છે પણ તે આત્મામાં અનંત કેવળજ્ઞાન અને અનંત કેવળદર્શનાદિ ગુણો છે તેથી તેમાં સર્વ દુનિયાને ભાસ થાય છે. ચંદ્ર સૂર્યાદિ અનંત વસ્તુઓને સમયે સમયે પરમાત્માના કેવળજ્ઞાનમાં ભાસ થાય છે તેની અપેક્ષાએ સિદ્ધાત્મા પરમાત્મા છે તે મેટામાં મેટું જગત તેથી પણ મોટામાં મેટે. છે અર્થાત તે જ્ઞાનદર્શનાદિ ગુણોએ મટે છે અને અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ માને છે અને સિદ્ધમાં પૂર્વ શરીરના ત્રીજા ભાગના આકાશ પ્રદેશની અવગાહનાએ યુક્ત નિત્ય સંબંધે રહે છે તેથી કેવળજ્ઞાનાદિ ગુણોએ મહાન અને અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ સિદ્ધ સ્થાનમાં માઈ જવાથી તમે મહાનની કલ્પના કરી જે દેવ દર્શાવ્યા તે સિદ્ધ પરમાત્માએને લાગુ પડતો નથી. અલોકાશમાં આત્મા રહેતું નથી, તેમ છતાં શંકરાચાર્ય વારંવાર અલોકાશમાં મુક્ત છો રહે છે એમ તેઓ જણાવે છે તે અજ્ઞાનતા છે. મુક્તાત્માઓના પ્રદેશે કરતાં આકાશ માને કે સૂક્ષ્મ ન હોય વા તમારી કલ્પના પ્રમાણે સૂમ નથી છતાં સૂક્ષ્મ હોય તે પણ તેથી આકાશ અરૂપી જડ હોવાથી અને સિદ્ધાત્મા અરૂપી કેવળજ્ઞાની હોવાથી બનેનાં લક્ષણ જુદાં પડવાથી સિદ્ધાત્માની મોટાઈને આકાશ કદિ પ્રાપ્ત કરી શકતું નથી. આત્માના પ્રદેશોથી આકાશપ્રદેશો સૂક્ષ્મ ન હોવાથી તથા જે અત્યંત સૂક્ષ્મ અને વ્યાપક હોય છતાં જડ હેય તે તે આત્માના કરતાં મહાન ગણાવવાથી તમારા માન્યા પ્રમાણે કંઈ શુદ્ધાત્માની સિદ્ધોની મોટાઈમાં તથા પરમાત્માપણુમાં કઈ જાતની હાનિ પ્રાપ્ત થતી નથી. એ પ્રમાણે વ્યાસનાં ચાર સૂત્રોના વિચારેનું ખંડન કરીને જૈનાગવડ અને વેદ
For Private And Personal Use Only