________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તે પરમાત્મા શુદ્ધ બ્રહ્મને જાણું છું આ દિવ્યતા કરતાં જેને અનંત ગુણ પ્રકાશ છે. જે અજ્ઞાનરૂપ તમથી રહિત છે તે કેવલ પરમાત્માને જાણુ મનુષ્ય મૃત્યુને તરી જાય છે. પરમાત્માના જ્ઞાન વિના અન્ય મોક્ષ માર્ગ નથી.
यो नः पिता जनिता यो विधाता धामानि वेदभुवनानि विश्वा । यो देवानां नामधा एकएव तं संप्रश्न भुवनायन्त्यन्या ॥ ऋ।१०।
૮૨ ! રે )
જે પરમાત્મા છે તે અમારે પિતા છે તે જ અમારી જનેતા અર્થાત માતા છે તે જ અમને અમારી શુદ્ધતા છે તેથી વિધાતા છે. કેવલજ્ઞાની પરમાત્મા સર્વ ભુવનેને જાણે છે. તે દેવોનાં અનેક નામને ધારણ કરવા વાળે છે. તે પરમાત્મ જાતિની અપેક્ષાએ એક છે, સર્વ ભુવનમાં સર્વા વિતરાગ દેવને મહિમા પ્રકાશિત છે. ત્રણ ભુવનના છે જાણે એ સંબંધી પ્રશ્ન કરતા હોય એમ જણાય છે. ઈત્યાદિ વેદોના મંત્રથી જણાય છે કે વેદમંત્રોમાં આત્મ સંબંધી વિશેષ વિવેચન નથી. વેદોમાં કઈ કઈ જગત કર્તા ઈશ્વર સંબંધી મ જેવા મંત્રે છે પણ તે ઔપચારિક જેવા જણાય છે. તત્ત્વમાર્ગમાં ઉંડા ઉતરેલા ઋષિ તો બ્રહ્મની વ્યાખ્યા કરે છે અને બાલજીને પ્રથમ અજ્ઞાનાવસ્થામાં ઈશ્વર સંબંધી શ્રદ્ધા થવાને માટે જગતને કર્તા ઇશ્વર છે ઇત્યાદિ વર્ણવે છે પરંતુ અજ્ઞાની બાલછોને શ્રદ્ધા રહે અને એટલું તે સમજી પાપથી નિવૃત્ત થાય તે માટે છે પણ વસ્તુતઃ ઈશ્વર કર્તાવાળું આ જગત છે તેવું વર્ણન કર્યું નથી.
વેદોમાં ઉપર પ્રમાણે અવલોતાં આત્મજ્ઞાનવાળાં સૂકતો અલ્પ છે અને ઈન્દ્ર, સૂર્ય, વાયુ, અગ્નિ વગેરેનાં તથા યજ્ઞ કર્મ સંબંધી કર્મ કાંડી સૂકતે ઘણું છે. તેથી લોકોમાં પ્રસિદ્ધિ થઈ છે. કે વેદમાં મોટા ભાગે સ્તુતિ-ભજન કર્મકાંડ છે. બ્રહ્મજ્ઞાન સંબંધી વેદોમાં અલ્પ કહેવામાં આવ્યું છે, તેથી પાછળથી જૈનેનું તત્ત્વજ્ઞાન વૃદ્ધિ પામતાં શ્રી મહાવીર પ્રભુ પછી વૈદિક ઋષિને ઉપનિષદો રચવાની આવશ્યકતા જણાઈ અને તેથી ઋષિએ શ્રી મહાવીર પ્રભુ પછી કૃતિ રચવાનું કાર્ય આરંભ્ય. વિ. સ. સાતમા સૈકામાં દશ બાર ઉપનિષદો વિદ્યમાન હતી. તે પછીથી બાકીની ઉપનિષદ કે સંકે એક બે બે રચાતી ગઈ, ઉપનિષદમાં
For Private And Personal Use Only