________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ ) આગમોની રચના કરી. શ્રી પાર્શ્વનાથના ગણધરેએ પણ આગમોની રચના કરી હતી. દાદિકના કર્તા ઋષિયોએ પાછળથી ઈશ્વર સંબંધી વિદેશમાં વિચારે ચલાવ્યા અને તે ગાયન તરીકે જ્યા. પ્રત્યેક ઋષિને ઇશ્વર વગેરેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જણાયું. જગતમાં મહાન ઈશ્વર પરમાત્મા છે અને તે મટે છે એમ તેઓ માનવા લાગ્યા. તેમણે જે ઈશ્વર સંબંધી સૂકો રચ્યા તેને કર્તાવાદીઓ કર્તાના રૂપમાં માને છે. સાંખ્ય વાદીઓ સાંખ્ય તરફ લઈ જાય છે. યાસ્કની પૂર્વે કેટલાક પરિવ્રાજક હતા તેઓ વેદ મંત્રનો આધ્યાભિક અર્થ કરતા હતા એમ ચિત્રમય જગતના અંકમાં જે જણાવ્યું છે તેનો અર્થ એ છે કે પૂર્વે જૈન મુનિયો અને સાંખ્ય ત્યાગીઓ હતા તેઓને પરિવ્રાજકો કહેવામાં આવતા હોય અને તેઓ દરેક મંત્રોમાંથી આધ્યાત્મિક આત્મજ્ઞાન સંબંધી અર્થ કાઢતા હોય તે તેમાં આશ્ચર્ય નથી. ત્રણ વર્ષ પૂર્વે જૈનના એક સાપુએ નિનો ને તે સંદર્થે એ વાકયના આઠ લાખ અર્થ કર્યા હતા. તે ઉપરથી બનેલો અષ્ટ લક્ષી ગ્રન્થ હાલ વિધમાન છે. આત્મજ્ઞાન સંબંધી અર્થ કરનારા પરિવાજોના વે પર કરેલી ટીકાઓ નહીં રહેવાથી હાલ તે મીમાંસકના વંશીઓ તથા યાસ્કના વંશીઓની ટીકાએ ઉપલબ્ધ થાય છે. તેમાં પણ મોટા ભાગે વાસ્કની પરંપરાએ થએલા અર્થોને વિશેષ પ્રચાર છે. વેદોમાં ઈશ્વર બ્રહ્મ સંબંધી અલ્પ સૂકતો છે. ઘણું સૂકતે તે યજ્ઞ કર્મકાંડ સંબંધી છે. વ્યાસે મંત્રોને એકઠા કરી ઋગુ, યજુ, અને શામ એ ત્રણ વેદો તરીકે ગોઠવવા. શ્રી મહાવીર સ્વામીના વખતમાં એક વ્યાસ ઋષિ થએલા છે. તેમણે ત્રણ વેદને ગોઠવ્યા કે તે પછીના વ્યાસ ઋષિયે ત્રણ વેદોને ગોઠવ્યા, તે સંબંધીનો હજી નિશ્ચય કરી શકાય તેમ નથી. શ્રી મહાવીર પ્રભુ પછી અથર્વ નામના ઋષિએ ચોથા અથર્વ વેદની રચના કરી. તેમાં મારણ મેહન, ઉચ્ચાટન, શત્રુ ક્ષય મંત્રો વગેરે અનેક જાતના મંત્રો છે. તેથી જણાય છે કે બોદ્ધોમાં તેવા ગ્રન્થથી દેવીએની ઉપાસનાઓ થઇ, તે પ્રસંગે અથર્વ ઋષિએ પણ અથર્વ વેદ રચી તેમાં તેવી બીના રૂપાન્તર થકી દાખલ કરી હેય જણાય છે.
વેદોના આધ્યાત્મિક મનું વિવેચન.
વેદાદિના કેટલા આધ્યાત્મિક અને ઈશ્વર કર્તવ દષ્ટિએ અને જૈન આત્મ દૃષ્ટિએ કેવો અર્થ થાય છે તે નીચે પ્રમાણે જણાવવામાં આવે છે.
For Private And Personal Use Only