________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) તેમાંથી હાલ કેટલાક જૈનવેદ શ્રુતિમ વિદ્યમાન છે તેથી જૈનધર્મની પ્રાચીનતા સંબંધી વાચકોને સહેજે ખ્યાલ આવશે કે હાલ જે હિંદુવેદે ગણાય છે તેની પૂર્વે તે જૈનધર્મ વિદ્યમાન હતું. બાવીશમા શ્રી અરિષ્ટ નેમિનાથ પછી અને તેવીસમા તીર્થંકર તાક્ય શ્રી પાર્શ્વનાથના સમયમાં જે જે ઋષિ થયા તેઓએ પિતાના નામથી અનેક મન માનતા વિના ગાને બનાવી વેદોમાં દાખલ કરી તેઓને શ્રુતિના નામથી પ્રસિદ્ધ કર્યા. નેમિનાથ પછી અને પાર્શ્વનાથના સમય લગભગમાં વેદોમાં વામમાર્ગીઓની મૃતિને યજ્ઞ હિંસાથે પ્રક્ષેપ થયો. પહેલાં વેદોના મંત્રીને લખવાને પ્રચાર નહોતે. વેદો લખવાનો પ્રચાર તે શ્રી મહાવીર સ્વામી પછી કેટલેક વર્ષે થયે. બ્રાહ્મણ ભાગ પણ પાછળથી લખાયો. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ કરનાર પાણિની પૂર્વ તથા તે પછી પણ કેટલાક સૈકા સુધી વેદની સંસ્કૃત અપભ્રંશ ભાષા બોલવાને ઋષિયોમાં પ્રચાર હતો; ડે. મેક્ષમૂલર વગેરે પાશ્ચાત્ય વિદ્વાન વેદ રચાયા તે કાલ ઈ. સ. પૂર્વે એક હજાર વર્ષ લગભગને માને છે. અર્થાત તેવીસમા તીર્થકર શ્રી તાક્ય પાર્શ્વનાથની પૂર્વે બસે વર્ષ લગભગને માને છે, અને તે ભાષા પણ સંસ્કૃત ભાષાને ઘણું રીતે મળતી હોવાથી તેની પૂર્વ કાલ માની શકાતો નથી. કોઈપણ ભાષા પ્રગટે છે તેની પર બેસે ત્રણ વર્ષ પછીથી તેને સુધારીને તેનું સંસ્કૃત વ્યાકરણ રચાય છે. દાખલા તરીકે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, મરાઠી ભાષાઓને પ્રચાર થયા પછી બસે ત્રણ વર્ષે તેનું વ્યાકરણ રચીને તેને સંસ્કારિત ભાષા કરવામાં આવે છે. વૈદિક ભાષા પણ સંસ્કૃત ભાષાની પૂર્વે ચાર પાંચ સૈકાથી પ્રચલિત થએલી હોવી જોઈએ અને પાણિનિ પછી પણ તે વૈદિક ભાષા તરીકે તે વર્ગમાં પ્રચલિત રહેતાં તે ઉપર બ્રાહ્મણ ગ્રન્થ કલ્પસૂત્ર વગેરે લખાયેલાં હોવાં જોઈએ. વિ. સં. પૂર્વે બસે ત્રણ વર્ષ લગભગમાં પાણિનિ આચાર્ય થએલા લાગે છે તે પછી બસે વર્ષ લગભગમાં પતંજલિ થએલા લાગે છે એમ કેટલાક ઇતિહાસ સિદ્ધ કરે છે. વેદમાં મુખ્ય દેવ તરીકે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ વગેરેનું વર્ણન આવે છે. નિરાકાર પરમાત્મા તરીકે બ્રહ્મનું વર્ણન આવે છે. ઋગ્યેદ અને યજુર્વેદમાં પરમાત્માની સ્તુતિ, દુષ્ટોને મારવાની પ્રાર્થના, મેઘની પ્રાર્થના વગેરે અધિકાર આવે છે. ઋગ્રેદ કાલમાં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ગણપતિ, વિનાયક, ભૈરવ, નૃસિંહ, કૃષ્ણ, રામ, વાસુદેવ વગેરેનું વર્ણન આવતું નથી. પરંતુ જ્યારે શ્રી મહાવીર પ્રભુના અને ગૌતમબુદ્ધના સમયમાં જેનું અને હેનું જોર વધવા લાગ્યું ત્યારે
For Private And Personal Use Only