________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) માનવા લાગ્યો. શ્રી હીરવીજયસૂરિએ શીરોહીના રાજાને તથા મેવાડના સીદીએ રાજાને તથા જોધપુરના રાઠોડ રાજાને ઉપદેશ આપીને પોતાના રાગી બનાવ્યા. ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ, માળવા, વિગેરે અનેક દેશના રાજાઓ તથા પ્રધાન શ્રી હીરવિજય સૂરિના ચરણે નમ્યા. જેને આત્મા સત્ય, દયા, સંતોષ, બ્રહ્મચર્ય, અસ્તેય, શુદ્ધ પ્રેમભાવ, શુદ્ધ મૈત્રિભાવ અને સર્વવિશ્વને આત્મ સમાન દેખવાની દષ્ટિએ ક્ષમા, આર્દવભાવ, માર્દવભાવ, સરળતા, શૌચ, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ અનેક ગુણના ભંડારરૂપ થ. એવા શ્રી જગદગુરૂ હીરવિજયસૂરિને વારંવાર વંદુ છું. શ્રી હીર વિજયસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિ સ્વગુરૂના ઘણા રાગી હતા, અને ગુરૂની આજ્ઞામાં પ્રાણ અર્પણ કર. નારા હતા. મહા ગીતાર્થ હતા, સર્વ દર્શનના પારંગામી હતા. સંસ્કૃત, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, હિન્દી વિગેરે ભાષાના પારંગામી હતા. સર્વવાદીઓની સાથે વાદ કરવામાં એકઠા હતા અને કઈ વાદી તેમના સામે ટકી શકતા નહતે. અકબર બાદશાહની સભામાં તેમણે અનેક ધર્મના વાદિય સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો, અને બાદશાહ જહાંગીરે તેમનું ઘણું સન્માન કર્યું હતું અને તેમને ઉંચી પદવી આપી હતી. તેમણે પોતાના ગુરૂની પેઠે જૈન શાસનની પ્રભાવના કરી અને જૈન ધર્મને જયડંકે વગાડ્યો અને શ્રી હીરવિજ. યસૂરિ મહારાજની પાટને સારી રીતે શાભાવી. શ્રી વિજયસેનસૂરિ મહારાજની પાટે શ્રી વિજયદેવસૂરિ થયા અને બીજા શ્રી વિજયાનંદ સુરિ થયા. જૈન શાસ્ત્રોના તે બે આચાર્યો પૂર્ણ અભ્યાસી હતા, સેંકડ ઉપાધ્યાયે, પંડિતો અને હજારો સાધુએથી તે પરવરેલા હતા, શ્રી હીરવિજયસૂરિ આદિ અનેક મુનિઓએ અનેક ગ્રંથ રહ્યા છે. આખા હિન્દુસ્થાનમાં સર્વ જૈન તીર્થોની રક્ષા કરવામાં તે કાળે જેન સંઘ સમર્થ હતા. આત્મશિક્ષાગ્રંથના કર્તા શ્રી વિજયદેવસૂરિના વખતમાં થયા છે, શ્રીવિજયસેનસૂરિ સમયમાં હતા તેથી તેમણે બન્ને સૂરિના નામે જયકાર વર્ણવ્યો છે, અને તેમના ધર્મરાજ્યની શોભા વર્ણવી છે.
For Private And Personal Use Only