________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) काम कुंभ चिंतामणि ॥ कल्पतरु अवतार ॥ ते सवीथी जे सिद्ध ते ॥ अधिक ए भवि विचार ॥१७७॥ श्री विजयसेन गुरुरायवर ।। श्री विजयदेवसूरिंद ॥ विजयमान गुरु वंदिए । जिम सूरज ओर चंद ॥ १७८ ॥ तपगच्छ वाचकमां वरु ॥ श्री विमल हर्षशिरताज ॥ नामे नवनिधि संपजे ॥ दरसण सीजे काज ॥ १७६ ॥
ભાવાર્થ-શ્રી કામ કુંભના સરખા તથા ચિંતામણિ રત્ન સમાન તથા કલ્પવૃક્ષ સમાન અને પાશ્વમણિથી પણ અનંત ગણા મહાન એવા શ્રી વિજયસેનસૂરિ થયા, તથા શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિના જેવા મહા ગીતાર્થ શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિ સૂર્ય સમાન પ્રકાશિત થયા અને શ્રી વિજયદેવ સૂરિ ચંદ્ર સમાન પ્રકાશિત થયા. જ્યારે શ્રી વિજયસેનસૂરિ, પટ્ટધર તરીકે વિદ્યમાન હતા અને જ્યારે તેમણે શ્રીવિજયદેવસૂરિને આચાર્ય પદવી આપી હતી, ત્યારે એ બે આચાર્યોની હયાતીમાં તપગચ્છના ઉપાધ્યાયમાં શ્રેષ્ઠ એવા વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય શ્રી પ્રેમવિજયજી મહારાજે પોતાના અને અન્યાના આત્માઓને શિક્ષા આપવા માટે આ આત્મશિક્ષા નામને ગ્રંથ ગુજરાતી ભાષામાં વિક્રમ સંવત ૧૬૬રમાં વૈશાખ સુદિ ૧૫ના ગુરૂવારના દિવસે ઉજયિની નગરીમાં પિતાના ગુરૂબંધુ શ્રી રત્નહર્ષ પંડિતની સડાયથી ર. શ્રી પ્રેમવિ. જયજી કહે છે કે મારી અ૫ મતિ છે અર્થાત હ મૂઢમતિ છું, માટે આ ગ્રંથ રચવામાં મારાથી જે ભૂલે થએલી હોય તે કવિ લેકે માફ કરશે. શ્રી પ્રેમવિજયજી જેવા મુનિવર પિતાની લઘુતા દર્શાવે અને પોતાની મૂઢ મતિ કહે, એ ખરેખર ઉત્તમ મુનિવરની સજ્જનતાનું જ લક્ષણ છે. શ્રી પ્રેમવિજયજીએ પોતાના પટ્ટપરંપર ગુરૂઓની સારી સ્તુતિ કરી છે. તેથી તે વિનયી, ગુરૂભક્ત, આત્માથી, વિનય જાણ, પરે પકાર જાણનાર અને મોક્ષના ખા જિજ્ઞાસુ, અને મેક્ષની ખરી આરાધના કરનાર ખરા મુનિવર હતા એમ વાચકે સહેજે સમજી શકે એમ છે. શ્રી પ્રેમવિજયજી મહારાજને આ આત્મશિક્ષા નામને ગ્રંથ વાંચતાં આત્માની ખરી શુદ્ધિ કરવાની
For Private And Personal Use Only