________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧) कलथीकेरा रोटला ॥ दीधुं मुनिवर दान ॥ वासुपूज्य भव पाछले ॥ जिन पद लह्यो निधान ॥ १५४ ।। मुनि भलो एक मारगी । वहराव्यो तस आहार । साथ मेल्यो निज सारथी ॥ ते वीर जगदाधार ॥ १५५॥ सुलसा रेवति रंगसुं ॥ दान दीधो महावीर ॥ तीर्थकर पद पामशे ॥ लहशे ते भवतीर ॥ १५६ ॥
ભાવાર્થ-શ્રી વાસુપૂજ્ય બારમા તીર્થકર થયા.તેમણે પૂર્વ ભવમાં કળથીને રેટલે મુનિવરને ભાવથી વહેરાવ્યો હતો, તેથી તે બારમાં તીર્થકર પ્રભુ થયા. શ્રી રામચંદ્ર પણ પૂર્વભવમાં મુનિવરને દાન આપ્યાં હતાં. શ્રીકૃષ્ણ પણ પૂર્વભવમાં મુનિવરને દાન દીધાં હતાં, તથા પાંચ પાંડવેએ પણ મુનિવરને દાન દીધાં હતાં, જબુસ્વામીએ પણ પૂર્વભવમાં દાન દીધાં હતાં. જેટલા ચક્રવતિ થયા તેઓએ પણ પૂર્વ ભવમાં દાન પુણ્ય કર્યા હતાં. આ ભવમાં ઘણું શેઠી આ દાન પુણ્ય કરે છે. શેઠ પ્રેમચંદ રાયચંદે ઘણું ધર્મશાળાઓ બંધાવી, તથા ગરીબ લેકેને ઘણું દાન આપ્યું, તથા હજારે વિદ્યાથીઓને મદદ કરી. નગરશેઠ હેમાભાઈએ અનેક ધર્મશાળાઓ કરાવી તથા સેંકડો સાધુઓને આહાર પાણી વહોરાવ્યાં, અનેક ગરીબોને અન્નદાન તથા વસ્ત્રદાન તથા વિદ્યાદાન આપ્યાં. શેઠ હઠીસંગે એંસીલાખ રૂપીઆ પિતાના સગા વહાલા જેનેને તથા બીજા જેનેને આખ્યા, તથા તેમણે ઠેકાણે ઠેકાણે ધર્મશાળાઓ બંધાવી. તથા તેમણે અનાથ ગરીબ રાગી યાચક વિગેરેને દાન દેવામાં લાખ રૂપીઆ ખરચ્યા. મુંબઈના પ્રસિદ્ધ મોતિશા શેઠે સાધુઓની અને સાધ્વીઓની ભક્તિ કરવામાં લાખો રૂપીઆ ખરચ્યા, તથા અપંગ ઢેરાં વિગેરેની રક્ષામાં લાખ રૂપીઆ ખરા. જેટલા ગરીબ લેકે પોતાની પાસે માગવા આવતા તેઓને તે શેઠ દાન આપ્યા વિના પાછા કાઢતા નહતા. વિજાપુરમાં શેઠ બહેચર શીરચંદ અઢાર લાખના આસામી થયા. તેમણે સાધુઓની અને સાધ્વીઓની ઘણું ભક્તિ કરી, તથા ગરીબ અનાથ પશુ, પંખીની દયામાં લાખો રૂપીઆ ખરચ્યા હતા તથા મહેસા
For Private And Personal Use Only