________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) ભંડારે પણ દાનના પુણ્યથી પ્રાપ્ત થાય છે. ધનાસાર્થવાહે મુનિવરને ઘી વહરાવ્યું હતું, તેથી તે શ્રી આદિનાથ તીર્થકર તરીકે થયા. શ્રી શાલીભદ્ર પૂર્વભવમાં મુનિવરને ખીરનું ભેજન વહારાવ્યું હતું તેથી તે અબજે ઘણું ધન પામ્યા. શ્રી ધન્યસારથિએ પૂર્વભવમાં મુનિવરને દાન વહરાવ્યું હતું તેથી તે બાવીસમા તીથંકર શ્રી નેમિનાથ તરીકે થયા. કઈ જીવને ખરા ભાવથી દાન આપવામાં આવે છે તે તે કદિ નિષ્ફળ જતું નથી. દાનને પ્રભાવ ચિંતામણિ રત્ન કરતાં પણ અનંત ગણ વિશેષ છે. નિષ્કામ ભાવથી જે દાન દેવામાં આવે છે તેથી મુક્તિ થાય છે. દાન દઈને તેને પ્રતિબદલે નહીં ઈચ્છો જોઈએ, તથા દાન દઈને પાછળથી પશ્ચાતાપ, ખેદ ન કરવો જોઈએ. દાન દેતાં અત્યંત ભાવ ધારણ કરે જોઈએ, ક્રોધ, અદેખાઈ, ઈર્ષા તથા સ્વાર્થ બુદ્ધિથી દાન દેતાં દાનનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. માટે અહંકાર વગેરે દોષ રહિત થઈને દાન દેવું જોઈએ. જે પ્રભુ ભક્ત હોય છે તે દાન દઈ શકે છે. કંજુસ મનુષ્ય દાન દઈ શકતો નથી, તે આ ભવને પણ હારે છે અને પરભવને પણ હારે છે. કેમકે તે પરભવમાં સુખી થઈ શકતો નથી. જેઓએ પરભવમાં દાન દીધાં નથી તે આ ભવમાં ભિખારી થઈને અવતરે છે અને તે ઘેર ઘેર ભીખ માગે છે, અને તે લક્ષમી, ધન, કમાવા કરડ ગણા પ્રયત્ન કરે છે પણ તેને એક પણ કેડી મળતી નથી. જે દાન દે છે એ ભગવાન થાય છે. દાનથી જ મનુષ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ગુણોની નીસરણી ઉપર ચઢે છે અને છેવટે તે પ્રભુ પદ પામે છે, માટે દાન દેવાને દરરોજ અભ્યાસ કરે. દરરેજના દાનના અભ્યાસથી પુણ્ય વધે છે અને પાપબુદ્ધિને નાશ થાય છે અને તેથી સાધુ સંતેને સમાગમ થાય છે, માટે તન મન ધનનું દાન દેવું એજ ગૃહસ્થને ખરે ધર્મ છે ત્યાગી સાધુઓએ ગૃહસ્થને જ્ઞાનનું દાન દેવું તથા ગૃહસ્થોને સારા વ્રતનું દાન દેવું એજ ત્યાગીઓને ખરેખર ધર્મ છે. શ્રી વસ્તુપાળ અને તેજપાળ પ્રધાને અનેક પ્રકારનું શુભ દાન કર્યું હતું અને કુમારપાળે પણ અનેક પ્રકારનું શુભ દાન કર્યું હતું.
For Private And Personal Use Only