________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ઉપદેશ આપે તે પ્રમાણે વર્તવું અને કરેલાં કર્મ માટે પશ્ચાત્તાપ કરો. મનના અશુભ વિચારેને શેકવા, અને શુભ વિચારમાં મન જોડવું. મનમાં ક્યા કયા દુર્ગુણો પ્રગટે છે તેને ખ્યાલ કરે અને તેને નાશ કરવા પ્રયત્ન કરો. ખરાબ વિચારોને રેકતાંજ ખરાબ આચારને નાશ થાય છે. મનના વિચારની અસર કાયા ઉપર થાય છે, માટે સારા વિચારે કરવામાં આવે તે કાયા ઉપર સારી અસર થાય છે અને અશુભ વિચારેથી શરીર ઉપર નઠારી અસર થાય છે. શુભ વિચારોથી પુણ્ય બંધાય છે અને અશુભવિચારેથી પાપ બંધાય છે, અને શુભાશુભ બને વિચારથી મુક્ત થઈને શુદ્ધાત્માનું સ્વરૂપ ચિંતવવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. શુદ્ધા ત્માનું સ્વરૂપ ચિંતવતાં કાચી બે ઘડીમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. દુનિયામાં અનેક વીર સુભટે યોદ્ધાઓ ગણાય છે પણ કર્મ મેહરૂપ દ્ધાને જીત્યા વિના કોઈ સત્ય યોદ્ધો ગણાતો નથી. બાહ્યાના દ્ધાઓ કે જે સીકંદર વિગેરે મોટા મોટા દ્ધાઓ થયા તેઓને પણ કર્મ દ્વાએ હાર મનાવી છે. નેપોલિયન અને કેસર જેવાનું પણ કમોઢાની આગળ કાંઈ પણ ચાલ્યું નહીં, અને છેવટે કર્મ દ્ધાથી હારી ગયા. કર્મના અશુભ ઉદયથી યુરોપના મહાવિગ્રહમાં જર્મની હારી ગયું, બેહાલ બન્યું, આસ્ટ્રીયા કચરાઈ ગયું અને તેના શહેનશાહને તેને દેશ છેડી નાસી જવું પડયું તથા ગ્રીસના રાજાને પણ નાસી જવું પડયું, તુકીએ ગ્રીસને હરાવ્યું, રૂશીયાને ઝાર મહાદુર્દશાએ મરણ પામે, તુકીને સુલતાન પોતાનું રાજ્ય છોડીને ભાગી ગયે. ઈશુ કાઈસ્ટથી યુ. પના મહાયુદ્ધમાં ખ્રિસ્તીઓને સંપીલા શાન્ત કરવામાં મદદ થઈ શકી નહીં, અને ખ્રિસ્તીઓને યહોવા પ્રભુ પણ ખ્રિસ્તીઓની યુધની યાદવાસ્થળી જોઈ રહ્યો ! યુરોપમાં કર્પરૂપ શયતાને પોતાનું નાટક સારી રીતે ચલાવ્યું. અને તેણે લાખો મનુષ્યને ઘાણ કાઢી નાખે, હિંદુસ્થાનમાં અમૃતસરમાં ડાયરે કેર વર્તાવ્યો તથા મેપલાઓએ તેફાન મચાવ્યું એ સર્વ કર્મનું નાટક છે. કર્મને જીતે એ મહાને થોદ્ધો જાણ.
For Private And Personal Use Only