________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) मेरु हले ने ध्रुव चले ॥ सागर लोपे लीह ।। कीधा कर्म न छूटीए । जो उगे पश्चिम दीह ॥ १४४ ॥ कीधां कर्मथी छूटीए ॥ जो कीजे जैनधर्म । मन वचने कायाकरी ॥ ए जिनसाशन मर्म ॥ १४५ ।। कर्म प्रकाशी आपणां । मन शुद्ध आनंद पूर ॥ सद्गुरु पास अछिवली ॥ जिम जाय पाप सवि दूर ॥१४६ ॥ बलवंत अनंता जे नरा । केह शूर शुभट जुजार ।। को सुभट जुओ एकले । सवी मनावी हार ॥ १४७ ॥
ભાવાર્થ-નિકાચિત પ્રારબ્ધ કર્મને ઉદય ભેગાવ્યા વિના છૂટકે થતો નથી, મેરૂ પર્વત જે ચલાયમાન થાય, કદાપિ ધ્રુવને તારો પણ ચલાયમાન થાય, કદાપિ સાગર પણ પોતાની મર્યાદા મૂકે અને પશ્ચિમમાં સૂર્ય ઉગે તેપણ કરેલાં બાંધેલાં નિકાચિત કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું નથી. કર્મની એવી વિચિત્ર ગતિ છે. કર્મ એજ શયતાન છે. સર્વ દુનિયાના સર્વ જીવને કર્મ મદારીની પેઠે નચાવી રહ્યું છે. કર્મ છે તે હિંદુઓની ભગવત ગીતાના કૃષ્ણ જેવું બળવાનું છે. પલકમાં કર્મ દુનિયામાં ઘણે ફેરફાર કરી શકે છે. સાગરને ઠેકાણે પૃથ્વી કરે છે અને પૃથ્વીને ઠેકાણે સાગર કરે છે. જગતમાં જેટલા બધા ફેરફારો થાય છે તે કર્મના નિમિત્તે થાય છે. જડ જગતના પર્યાયાના પરિવર્તનમાં પણ છવાનાં કર્મ, કારણભૂત છે. શુભ પુણ્ય કર્મ છે તેજ કર્મરૂપ પ્રભુની કૃપા કહે વાય છે, અને અશુભ પાપ કર્મો છે તેજ કર્મરૂપ પ્રભુને કેપ કહે. વાય છે, અને શુભાશુભ કર્મનું ફળ તેજ કમરૂપ પ્રભુને ન્યાય કહેવાય છે. આવા પ્રબળ કર્મના પંજામાંથી છૂટવાને ઉપાય શ્રી તીર્થકર ભગવાને બતાવ્યું છે કે, મન વચનને કાયાથી જેનધર્મની આરાધના કરવી. મન, વચન ને કાયાથી જૈનધર્મની આરાધના કરવાથી સર્વ કર્મને ક્ષય થાય છે અને આત્મા સ્વયં પરમા મા બને છે. ગીતાર્થ સદગુરૂ પાસે જવું અને વિધિપૂર્વક વંદન કરી તેમને પોતાનાં કરેલાં કર્મ જણાવવા અને સદગુરૂ મહારાજ જે
For Private And Personal Use Only