________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) ભાવાર્થ-શ્રી પ્રસન્નચંદ્ર આર્યાવતમાં એક દેશના રાજા હતા. તેમણે શ્રી મહાવીર પ્રભુ પાસે વૈરાગ્ય ભાવથી દીક્ષા અંગીકાર કરી. તે સૂર્યના સામી દષ્ટિ રાખીને વૈભારગિરિ પર્વતના માર્ગ ઉપર ધ્યાન ધરતા હતા. એક વખત શ્રેણિક રાજા હજારો મનુષ્યથી પરવરીને વૈભારગિરિ ઉપર પધારેલા શ્રી મહાવીર પ્રભુને વાંદવા ગયે. એવામાં રસ્તામાં સૂર્ય સામી દ્રષ્ટિ રાખીને ધ્યાન ધરતા એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિને દેખ્યા, અને શ્રેણિકે તેમને વંદન કરી. શ્રેણિક રાજા ત્યાંથી ચાલી શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને પ્રભુને પુછ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ હાલ મરે તો ક્યાં જાય ? ત્યારે પ્રભુએ તેના વારંવારના પ્રશ્નોના ઉત્તરમાં કહ્યું કે પહેલી, બીજી, ત્રીજી, ચેથી, પાંચમી છઠ્ઠી ને સાતમી નરકમાં જાય. પ્રસન્નચંદ્ર રાજષિ ધ્યાન ધરતા હતા, એવામાં તેમની પાસેથી એક રાજદૂત નીકળે અને તેણે કહ્યું કે આ રાજાએ પોતાના દીકરાને રાજ્ય નહીં આપતાં ભાણેજને રાજ્ય આપ્યું તેથી રાજ્યમાં લડાઈ થઈ છે. આવા શબ્દ સાંભળવાથી પ્રસન્નચંદ્ર ત્રાષિ આધ્યાન રદ્રધ્યાનમાં પડ્યા, અને મનમાં રેદ્રધ્યાનના લડાઈના વિચારોથી પહેલી નરકથી માંડીને સાતમી નરકમાં જવા સુધીનાં કર્મદલિયા ગ્રહણ કર્યા, તેથી પ્રભુએ સાતમી નરકમાં જાય એમ કહ્યું. પછીથી શ્રેણિકના પ્રશ્નના ઉત્તરમાં બારદેવ લેકમાં જાય, નવ ગ્રકમાં જાય, તથા પાંચ અનુત્તર વિમાનમાં જાય એમ કહ્યું અને વળી કહ્યું કે હાલ તે કેવળજ્ઞાન પામ્યા. શ્રેણિક રાજાએ પ્રભુને તેનું કારણ પુછયું ત્યારે મહાવીર પ્રભુએ ઉત્તર આપે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં લડતા હતા, તેથી નરકનું આઉખું બાંધ્યું અને લડતાં તેમણે શસ્ત્ર ખૂટ્યા બાદ શત્રુને મારવા માટે પોતાના મસ્તક ઉપરનો મુકુટ ઉપાડ્યો, પણ પોતાનું માથું મુંડ દેખ્યું તેથી પિતે સાધુ થયા છે એવું ભાન થયું, તેથી ખરાબ વિચારેને પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને ધર્મધ્યાનના વિચારો કરતાં કરતાં દેવલોકનું પુણ્ય ઉપાર્જન કર્યું અને ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં ચઢીને નવીન આયુષ્યકર્મ આદિ દળીયાને જે એકઠાં કર્યા હતાં તેને વિખેરી નાખીને અને આત્માના શુદ્ધપરિણામમાં પરિણમીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એવા પ્રભુ મહાવીરના બેધથી
For Private And Personal Use Only