________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેતી, સુવર્ણ અને હીરાના દાગીના ઘરેણું પહેરતા હતે, એક દિવસ એ આવ્યો કે શરીર ઉપર ઓઢવા લુગડું પણ મળી શકે નહીં. એક દિવસ એવો આવ્યા કે વજીના જેવું શરીર મળ્યું અને પર્વતને પણ પગના ઘમકારે ધ્રુજાવવા લાગ્યું અને પૃથ્વીને પણ ધ્રુજાવવા લાગ્યો પણ અણધાર્યો તું ક્ષણમાં મરી ગયો. ત્યાં તારૂં, મરણ આગળ કંઈપણ ચાલ્યું નહીં. માટે હવે ચેત!! એક દિવસ એવો આવ્યો કે મંદિર મહાલમાં તે રહેવા લાગ્યો અને સાતમા ગેખ ઉપર બેસી દાતણ કરવા લાગ્યા અને લહેર મારવા લાગે પણ એક દિન એવો આવ્યા કે વનવાસમાં તું રહેવા લાગ્યા અને વનનાં લાકડાં પણ તારાં સગાં થયાં નહીં અને અગ્નિ પણ તારા શરીરને બાળી ભસ્મ કરવા લાગી અને તારા શરીરની રાખ થઈ ગઈ અને રાખની માટી થઈ, માટીની વનસ્પતિ થઈ અને વનસ્પતિને લેકે ખાવા લાગ્યા, એમ તારે શરીરનાં અનેક રૂપાંતરો થયાં. દુનિયામાં જેટલી દશ્ય વસ્તુઓ છે, તેટલી સર્વને તે તારા શરીરરૂપે બનાવી હતી અને ભવિષ્યમાં પણ કામ છે ત્યાં સુધી અનેક વસ્તુઓને શરીરરૂપે પરિણુમાવીશ. સર્વજીએ આ દુનિયાની સર્વ વસતુઓને શરીરરૂપે પરિણાવી હતી. હે જીવ! જેઓ રૂપે દેવકુમાર જેવા હતા કે જેઓને દેખી મનુષ્યો મેહી જતા હતા એવા મનુષ્ય પણ ક્ષણમાં ચાલ્યા ગયા અને તેઓના શરીરની રાખ થઈ ગઈ. જેઓ વિના ઘડી પણ ચાલતું ન હતું અને એક ક્ષણ પણ પ્રિયાદિ વિરહે હજાર વર્ષ જેટલી લાગતી હતી તેવા પ્રિય મનુષ્ય પણ ચાલ્યા ગયા તો તું પણ ચાલ્યા જવાનો માટે ધર્મ કર ! ! देखत सब जग जातुहिं । थिर न रहे सवि कोय ॥ इसुं जाणि भलूं कीजीए । हीये विमासी जोय ॥ ४७ ॥ सुरपति सवे सेवा करे । राय राणा नरनार ॥ आय पोहोति आतमा । जात न लागे वार ॥४८॥ હેલ્પત નર અંધા દુગ્રા | કે મોદ વિદ્યાજ્ઞાન | भण्या गुण्या मूरख वली। नरनारी बाल गोपाल ॥४६॥
For Private And Personal Use Only