________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
रात दिवस निज प्रियासुं । तुं रमतो मनरंग ॥
जे जोइए ते पूरतो । उलट आणी अंग ॥ ५० ॥ સો રામા નીક! તાહરી ! વિામાંઢી વિનટાય !! सवारथ पोहोचत जब रह्यो । तब फरी वैरी थाय ॥ ५१ ॥
ભાવાથ હે જીવ! આ સંસાર પરિવર્તનશીલ છે! એમ જાણ, પલક પલકમાં ક્ષણ ક્ષણમાં સ ંસાર, વિચાર, આચાર આદિથી અનેકરૂપે ફર્યા કરે છે. સંસાર સ્થિર નથી, મનુષ્યેાના વિચારાસ્થિર નથી, ક્ષણે ક્ષણે વસ્તુએનાં રૂપાન્તરા યાને પર્યાયેા બદલાયા કરે છે. તારા દેખતાં આ સંસાર, મનુષ્ય, પશુ, પક્ષીયા વગેરેના રૂપાન્તરે ફેરફાર પામતા ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તેમાં તારૂ કાણુ છે ? તુ કેાના છે ? અને તારી સાથે શુ આવશે ? તેનેા સભ્ય વિવેક કર !! સંસારમાં જેએની સેવા ઇંદ્રો અને ચક્રવતિયા કરે છે. એવા તીર્થકરા જેવા પણ ચાલ્યા જાય છે તે તારૂં જ્યારે આઉખુ આવી પહોંચશે ત્યારે વાર લાગવાની નથી. માહરૂપી વિદ્યાજાલથી દેખતા એવા મનુષ્યેા પણ આંધળા થયા, સાંભળતા એવા મનુષ્યા બહેરા થયા, અને ડાહ્યા મનુષ્યેા પણ ગાંડા થયા. ભણેલા, ગણેલા, મૂરખ, ખાલ, ગેાપાલ, રાજા, પ્રજા, સર્વ મનુષ્યે મેહજાલની વિદ્યામાં ફસાઇ ગયા અને મારૂં તારૂ કરતાં માસાહસપખીની પેઠે જાણુતાં છતાં પણુ પાપકર્મ કરી દુ:ખી થયા. હું મનુષ્ય ! તું રાત દિવસ પેાતાની પ્રિયા સાથે નવા નવા ૨ગે ખેલે છે, હસે છે, રમે છે અનેક જાતની ક્રીડા કરે છે અને સ્ત્રીના સવમનારથાને ઉલટ આણીને પૂરા કરે છે, એવી સ્ત્રી પણ તારી થતી નથી અને તારા પ્યારને હિસાબમાં ગણતી નથી અને તે પેાતાના સ્વાર્થે ખીજાને ચાહે છે, માટે હે મનુષ્ય! તું વિષયભાગના પ્રેમને સત્ય માની કેમ મુઝાય છે, અને અન્યને પેાતાનુ કેમ માને છે! માટે જાગ ! જાગ ! ચેત! ચેત! આ જગમાં સર્વ મનુષ્યેા સ્વાર્થનાં સબંધી છે અને સ્વાર્થ ન સો કે વેરી થાય છે. સ્વાર્થીનીજ જ્યાં ત્યાં મારામારી છે અને સ્વાર્થ થીજ જ્યાં ત્યાં માન સન્માન સગપણ છે. સ્વાર્થથી ખૂન થાય છે, હિંસા થાય છે, ચારી થાય છે, અનીતિ થાય છે અને
For Private And Personal Use Only