________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) મહાદુર્લભ છે. જેણે મળેલો એ મનુષ્ય જન્મ હાર્યો, તેણે બીજા આવનારા અસંખ્ય ભવ હાર્યા એમ જાણવું. માટે હે મૂર્ખ ચેતન ! હવે તું જ્ઞાની થા, મરતાં તને કોઈ બચાવનાર નથી અને પરભવમાં તારૂં કોઈ શરણું નથી, માટે હવે તું ચેત ચેત ! એક ક્ષણને પણ વિલંબ ન કર ! ! હદયમાં પરમાત્માનું ક્ષણે ક્ષણે સ્મરણ કર. મનમાંથી ખરાબ વિચારોને કાઢી નાખ અને મનમાં સારા વિચારોને ભરી દે, મનુષ્ય ભવની એક ક્ષણ પણ મોક્ષ આપનારી થાય છે. માટે કષાયોથી મુક્ત થા, અને કષાયોના કરડે પ્રસંગ આવે તે પણ કષાય ન કર! કામાદિક અનેક ખરાબ વાસનાઓનું મૂળ છેદી નાખ ! ! જ્યાં સુધી સ્વપ્નમાં પણ કામાદિક વાસનાઓ પ્રગટ થાય છે, ત્યાં સુધી મેહ જીવતો છે, એવું જાણુને સ્વપ્નમાં પણ મોહ - પગટે એવી આત્માની શુદ્ધ દશા પ્રગટ કર!! मूरख नर जाणे नही ॥ खिण लाखीणो जाय ॥ काल ओचिंत्यो आवस्ये ॥ सरगुं को नवी थाय ।। ६३ ॥ अवसर आवे अवस्य कर ! ॥ अवसर आवे मत भूल ।। अवसर चूक्या जे नरा ॥ ते माणस कोडी मूल ॥ ६४ ॥ नरभव चिंतामणि समो ॥ जीव तुं एले म हार ॥ जिन शासन मन थिर करी ॥ जीव तुं आप संभाल ॥ ६५ ।। भोग भला ते नर लहे ॥ हर्षदीज दान ॥ समकित सहित शिवपद लहे ॥ अनंत सुखनो ठाम
ભાવાર્થ-અરે મૂર્ખ ચેતન ! મનુષ્ય ભવની એક ક્ષણ પણ તારી લાખેણી જાય છે. કરોડે કરેડ સોનૈયા આપ્યા છતાં મનુષ્ય ભવની એક ક્ષણ પણ પાછી માગી મળતી નથી, અને ઈશ્વરની પાસે પ્રાર્થના કર્યા છતાં પણ એક ક્ષણ પાછી મળવાની નથી. માટે તારા આયુષ્યની એક ક્ષણ પણ નકામી ન ગુમાવ!! કરડે ચિંતામણિ રત્ન મળી શકે પણ મનુષ્યભવની એક ક્ષણ મળવી દુર્લભ છે. માટે છે ચેતન ! તારૂં દુનિયાનું ડહાપણ મૂકી દે, તું તારા આત્માની શુદ્ધિ કર, અને મન વાણી ને કાયાને પવિત્ર બનાવ, તેથીજ તારો ઉદ્ધાર થવાનો છે. હે ચેતન! તું ચેતી લે. કાળ ઓચિંતે-અણધાર્યો આવશે
For Private And Personal Use Only