________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) છે. બાકી અજ્ઞાની છે તે કોધાદિક કષામાં ઉલટા પિતાનું પરાક્રમ માને છે. જેઓ રાગ દ્વેષને મૂળમાંથી કાઢી નાંખે છે તેઓ ખરેખરા ભગવંત છે. રાગદ્વેષને ટાળ્યા વિના કેઈની મુક્તિ થઈ નથી, થતી નથી અને થશે પણ નહી. હે મનુષ્ય ! તું પ્રભુની સેવા ભક્તિથી તથા વૈરાગ્ય ત્યાગથી મોક્ષ મેળવવા ઈચ્છા રાખે છે તે હૃદયમાં ઉદાસીનતાને ધારણ કર, અને સમતા તથા સરળતાથી આ દેહમાં રહ્યું તું આત્માનંદ ફળનું આસ્વાદન કર, અને હું ચેતન! તમને મોક્ષની ઈચ્છા હોય તો પરની નિંદા-કુથલીમાં પડશે નહીં. પિતાના સર્વ દોષો ગયા નથી અને પરની નિંદા કરે છે એ કેમ ન્યાય ગણાય ! પરની નિંદા કુથલી કરવી, પરનાં અમે પ્રકાશવાથી પરની નિંદા કુથલી કરવાથી ઉલટાં નવાં કર્મ બંધાય છે. જ્યાં સુધી પોતાનામાં અન્યના દોષ જેવાની વૃત્તિ છે તથા અન્યની નિંદા કરવાની તથા પરનાં મર્મ પ્રકાશવાની કુટેવ છે. ત્યાં સુધી તારા જેવો કોઈ બીજે મહાપાપી ચંડાલ નથી. માટે હે ચેતન ! પરની નિંદા કુથલી છેડી દે અને સમતાભાવથી અનંત સુખમય જીવનનો પ્રકાશ કર હે ચેતન, તું એમ સમજે છે કે મેં ઘણું જાણ્યું, ઘણું દેખ્યું, હજારો શાસ્ત્ર વાંચ્યાં, હજારે વ્યાખ્યાને કર્યા, મારા જેવા કે જ્ઞાની પંડિત બુદ્ધિમાન નથી, એમ તું તારા મનમાં જાણે છે, પણ જોયું તો તેનું સત્ય કહેવાય છે કે જે મોહે લેપાતો નથી અને બાહોનાં સુખ દુખ આવે છતે જેને હર્ષ શેક થતું નથી. જેને શ્રીમંતાઈમાં ગર્વ થતો નથી અને ગરીબાઈમાં દીનતા આવતી નથી. તથા જેને કર્મના શુભાશુભ નાટકમાં નટની પેઠે નટનો વેશ ભજવતાં સાક્ષીપણું વતે છે, અને પરને અને પિતાને કર્મ ન બંધાય એવી રીતે જે વર્તે છે તે જ ખરેખર જ્ઞાની જાણો. હે ચેતન! તું જીનેશ્વર ભગવાનનાં વચનોને હૃદયમાં ધારણ કર અને શુદ્ધ ધર્મ કરવામાં લગની લગાવવાની પ્રવૃત્તિ કર!! જે તું આ ભવમાં નહીં સમજે અને તેં જે ધર્મ પ્રવૃત્તિ નહીં કરી તે તારી કરેલી સર્વધર્મની વાતે ઉધારે પડશે અને તારા મનની વાત મનમાં રહી જશે ! અને છેવટે હાય હાય કરતો મરીશ!! આ ભવમાં ધર્મ નહીં કરી શકે, તો પરભવમાં ધર્મની સાધના કરવી
For Private And Personal Use Only