________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) અતિશય પ્રગટે છે, અને ચાર અતિશયવડે તે સદા શોભે છે. અને જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજતિશય, અને અપાયા પગમાતિશય એ ચાર અતિશયને પણ પ્રાપ્ત કરે છે. તે ભવ્યજીને પ્રતિબંધ છે અને પોતાની પાછળ હજારો લાખો મનુષ્યને મોક્ષમાં લઈ જાય છે અને તેનું આયુષ્ય ક્ષય થયે તેને મોક્ષમાં વાસ થાય છે. દુનિયામાં ખરેખર પ્રાપ્ત કરવા લાયક મેક્ષ છે. પાંચ પ્રકારનાં શરીર અને છ સંઘયણ, આઠ કર્મ અને રાગદ્વેષ રૂપ ભાવકર્મ એ સર્વથી રહિત થયેલો આત્મા પૂર્ણ પરમ બ્રહ્મ છે, અને તે રગુણ, તમોગુણ અને સત્ત્વગુણથી ભિન્ન થઈ ત્રિગુણાતીત થાય છે, અને અનંત સુખમાં સદા મગ્ન રહે છે. સિદ્ધ પરમાત્મા થવાની આદિ છે પણ તેને અંત નથી. માટે જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ અનંત જીવન પ્રાપ્ત કરવું હોય તે હે ચેતન ! તું સર્વ પ્રકારની ખટપટ મૂકીને આત્મામાં સ્થિર થઈ જા અને દુનિયાદારીના ડહાપણમાં ગાંડા જેવો બની જા !! લોક વાસના, વિષયવાસના, નામરૂપ વાસના, શાસ્ત્રવાસના, મતવાસના વિગેરે સર્વ વાસનાઓથી રહિત થઈ જવું એજ પૂર્ણાનંદમય સદ્ધ પદ પ્રાપ્ત કરવાનું લક્ષણ છે. करजाणे ? सो जगत हे ॥ उपशमावे संत ।। जस घट रीस न उपजे।। ते सदा भगवंत ।। ५९ ॥ उदासीनता सरलता ।। समतारसफल साख ( चाख ?) ॥ पर कथनीमां मत पडो । निज गुण निजमां राख ।। ६० ॥ जाण्युं तो तेह- खरं ॥ मोहे नवि लेपाय ।। सुख दुःख आवे जीवने ॥ हर्प शोक नवी पाय ॥ ६१ ॥ श्रा भव जो समज्यो नहीं ॥ पडशे वात उधार । फरी ते मलबुं दोहिलुं ॥ भमतां भवो अपार ।। ६२ ॥
ભાવાર્થ–સર્વ જગતના જીવો દ્રવ્યકર્મ, કર્મ અને ભાવકર્મથી ઘેરાઈ ગયેલા છે. એવા જીવોથી ભરેલું આ જગત છે. ક્રોધાદિક કષાથી ભરેલા જીવોથી આ જગત્ ચાલે છે. કેઈ જ્ઞાની આત્માથી મુનિ હોય છે તે જ ધાદિક કષાયને ઉપશમાવે
For Private And Personal Use Only