________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) निरासपणे चित्त ठरे यदा ॥ आपही मनता होय ॥ मुहूर्त एक रहे ममता ॥ शांतरस पावे सोय ॥५६॥ વય વજન મન ત્યાજ સારી છે આહિરોતિ કાર || घाति कर्मकु खय करी ॥ केवल लक्ष्मी पाव ॥५७ ॥ अनंत अतिशय तस हुवा ॥ लोकालोक प्रकाश ॥ भव्य जीव प्रति बूजके ।। पूरे शिवपुर वास ॥५८ ।।
ભાવાર્થજ્યારે આત્મજ્ઞાનીએ ખરો પરમાર્થ જાયે અને આત્મામાં જ ખરૂં સુખ અનુભવ્યું ત્યારે તે સંસારની ચાર ગતિને પંખીઓને ફસાવવાની જાળ પાસ જેવી માને છે અને તે મુદ્દગલના પર્યાયથી પિતાને ભિન્ન માની પુદ્ગલના સર્વ પર્યામાં તટસ્થ નિલેપ રહે છે, અને પિતે પુદ્ગલમાં કપેલા સર્વ શુભાશમાં ઉદાસપણે અથવા નિરાસકિતપણે રહે છે. દેહના રૂપમાં અને અન્ય સ્ત્રી શરીરાદિ રૂપમાં અને તેના ભેગમાં ફસાતું નથી. જ્ઞાની મહાત્મા પોતાના સત્ય અનુભવવડે પરમાત્મ પદને સાધ્ય માને છે. જ્યારે આત્મામાં સુખ છે એમ નિશ્ચય થાય છે, ત્યારે પગલિક સુખની સર્વ આશાઓ સ્વયમેવ નષ્ટ થાય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં મગ્ન રહે છે. બાહ્યમાં સુખની આશા નથી એમ નિશ્ચય થતાં જગમાં મન ભટકતું નથી અને આત્મામાં મન રમે છે. એક મુહર્ત સુધી અર્થાત બે ઘડી સુધી જે આત્મામાં મગ્ન રહે છે, તેને અવશ્ય શાંત દશાનો અનુભવ થાય છે. હે ચેતન ! મન વચન અને કાયા ઉપર થતે મેહભાવ ત્યાગ કરીને તું આત્મામાં ચિત્તને લગાવી દે, અને પિતાની જ્યોતિને ધ્યાન સમાધિથી જગાવ !! અને આત્મધ્યાન સમાધિથી ઘાતી કર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રગટ ટાવ !! વાશ્રયી થા ! આત્માને આત્માવડે જ ઉદ્ધાર થાય છે એમ નિશ્ચય કર. આત્માની મુકિત માટે બીજાઓની આશા ઉપર બેસી રહીશ નહીં. આત્માને ઉત્સાહ, ધૈર્ય ખંત આત્મલગની એજ પ્રભુની કૃપા તથા પ્રભુનું બળ છે. આત્મા પ્રભુ છે અને તેના ગુણાની લગની તેજ એની સહાય કૃપા છે. જેને આત્માની રમણતા રૂપ લગની લાગે છે, તેનામાં અનંત કેવલજ્ઞાન દર્શન ચારિત્ર વીર્યને
For Private And Personal Use Only