________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) ચારિત્રમય એવું સિદ્ધપદ છે. વિનયથી જ્ઞાન પમાય છે અને જ્ઞાનથી ચારિત્રની પદવી પ્રાપ્ત થાય છે અને ચારિત્રથી મોક્ષ થાય છે. મેક્ષમાં અનંત સુખ છે. પરિપૂર્ણ આનંદમય થવું અને સર્વ દોષ રહિત થવું અને દેહાતીત કેવલજ્ઞાનને પ્રાપ્ત કરવું, સર્વ કર્મથી રહિત થવું એજ એક્ષપદ છે. આત્મમાંજ મોક્ષ છે અને સર્વ કર્મના નાશથી આત્મામાં જ તે પ્રગટે છે. આત્મામાં જ સ્વર્ગ વૈકુંઠ છે. આમા જ અનંતગુણ પાને આધાર છે. આત્મા જ સર્વય રૂપ જગતનો આધાર છે. ચાર વેદે પણ આત્માની જ સ્તુતિ કરે છે, અને સર્વ ઉપનિષદો પણ આત્માનું જ ગાન કરે છે. સર્વ જેનાગ પણ આત્માનું જ સત્ય સ્વરૂપ વર્ણવે છે. માટે આત્માનું જ્ઞાન કરીને પરમાત્મા થવું એજ કલ્યાણકારક છે. હે ચેતન ! આ ટલું બધું તને સમજાવ્યું. પરમેશ્વર પણ પ્રત્યક્ષ થાય તે તને એજ કહે કે તું આત્માને શુદ્ધ કર. અને પરિપૂર્ણ પરમાત્મા થા !! માટે હવે તારે ચેતવું હોય તો ચેતી જા ! જાગવું હોય તે જાગ ! બેધ પામવાનો હેય તો પામી લે. કારણ કે આત્મા જ તારે છે અને આત્મા વિનાની સર્વ જડ વસ્તુઓ લક્ષ્મી તથા અન્ન વિગેરે અહીં જ પડતાં મૂકીને તારે જવું પડશે, અને તેના ખાના રાઓ લક્ષમી વિગેરેને ખાઈ જશે. માટે અને માટે તું કયાં ધન ભેગું કરે છે? તારા સત્ય ધનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર! હે ચેતના તારી પાસે સર્વે મલ્યા છે તે પોતાના સ્વાર્થ મલ્યા છે. તારી સહાય કરનાર કોઈ નથી, મરણથી બચાવનાર તને કઈ નથી, બીજાઓ માટે તું ક્યાં પાપ કરે છે? તારા પિતા અને તેના પિતા વિગેરેની પૂર્વ પરંપરાએ કરડે પેઢીઓ ચાલી ગઈ, તે તું તેમાંથી કોની યાદી કરે છે ? અને તારી કેણ યાદી કરશે ? તેનો વિચાર કર અને નામ, રૂપનો મેહ ઝંડીને પરમાતમ પદ પ્રાપ્ત કરવા જેટલું કરાય તેટલું કર, નહીં તે તારા જે બીજે કઈ ગમાર ગણાશે નહીં. परमारथ जब जाणीयो । चिहु गति देखे पास ।। पञ्जव सवि दूर लेखवे ।। आपही रहे उदास
For Private And Personal Use Only