________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭ ) માટે તે સર્વ પ્રકારની બાહ્યની પ્રવૃત્તિને ત્યાગ કરીને ધ્યાન સમાધિથી આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે. अष्टकर्म वनदाहिके ॥ भया सिद्ध जिनचंद ॥ तास समो अप्पागणे ॥ ताकुं वंदे ईद कर्म रोग औषध समी ॥ ज्ञानसुधारस वृष्टि ॥ शिव सुख अमृत सरोवरी ॥ जय जय सम्यग्दृष्टि ॥५१॥ ज्ञानवृक्ष सेवो भविक ॥ चारित्र समकित मूल ।। अजर अगम पद फल लहो ।। जिनवर पदवी फूल ॥ ५२ ॥ जो चेते तो चेतजे ।। जो बूजे तो बूज ॥ खानारा सहु खावशे ।। माथे पडस्ये तुज
॥५३॥ आपस्वार्थे सहु मिल्युं ।। न करे तुज कोइ सार । परमारथ जाण्यो नहीं ॥ भूल्यो तुंहि गमार
ભાવાર્થ-અષ્ટકર્મ રૂપી વનને બાળી ભમભૂત કરીને જેઓ સિદ્ધ પરમાત્મા થયા છે તેઓના સમાન પિતાના આત્માને ગણીને જેઓ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરે છે, તેઓને ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્રો દેવો ને દેવીઓ નામે છે. આત્માના જ્ઞાનની અમૃત રસ વૃષ્ટિ છે તે કર્મરોગને નાશ કરવાને માટે અત્યંત ઓષધસમ સમર્થ છે. આત્મજ્ઞાનની દ્રષ્ટિથી જ કષાયાદિક ભાવ રોગોનો નાશ થાય છે. બાહ્યા ઓષધિથી મનના કામ કરોધાદિકરો શમતા નથી, પણ આત્મજ્ઞાનની અમૃત વૃષ્ટિથી મનના બધા રોગો શમી જાય છે. આત્મજ્ઞાનની દષ્ટિ છે તે શિવસુખ અમૃતસરેવર જેવી છે. આત્મજ્ઞાનની દ્રષ્ટિમાં કોઈ જાતનું દુ:ખ રહેતું નથી માટે એવી કમનો જય કરનારી આત્મજ્ઞાનની દષ્ટિની પ્રાપ્તિ કરવી જોઈએ. હે ભવ્ય મનુષ્યો! આત્મજ્ઞાન રૂપ વૃક્ષની સેવા કરે. સમ્યજ્ઞાન અને ચારિત્ર એ બે છે તે તે જ્ઞાનવૃક્ષનાં મૂલ સમાન છે, અને તીર્થકર ગણધરની પદવી તે જ્ઞાનવૃક્ષના કુલ સમાન છે, અને જ્ઞાનવૃક્ષનું ફળ છે તે તે અજર, અમર, અખંડ, અવિનાશી, અલખ, પૂર્ણ શુદ્ધ, અનંત જ્ઞાનદર્શન
For Private And Personal Use Only