________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ તે પહેલાં જેટલું ચેતાય તેટલું ચેતી લે. હે ચેતન ! તને મનુષ્ય ભવને અવસર મળે છે માટે આ અવસર ચૂક નહીં. આ મનુષ્યભવન અવસર ખરેખર ધર્મ કરવાને માટે આવે છે. માટે ભૂલી ન જા, ચૂકીશ નહીં. અવસર ચૂકેલા મનુષ્યની એક કડીની પણ કિંમત નથી, અને તેનું જીવન ખરેખર ધૂળથી પણ અનંત ગુણું હલકું છે. રાવ પાપની બદબોઈ કાઢવાને માટે અથવા કર્મ રૂપી શયતાનથી મુક્ત થવા માટે અને પૂર્ણ સ્વતંત્ર થવા માટે આ મનુષ્યભવ છે. એવા મનુષ્યભવને જેણે હાર્યો તેણે સર્વ હાર્યું છે. મનુષ્યભવ ચિંતામણિ રત્ન કરતાં પણ અનંત ગણે ઉત્તમ છે. ઈંદ્ર ચંદ્ર નાન્દ્રની પદવી પણ મનુષ્ય ભવના બે ઘડીના શુકલધ્યાનના ચારિત્રને પહોંચવા શક્તિમાન નથી. એ મનુષ્યજન્મ ખરેખર પરમાત્માની પ્રાપ્તિ થવા માટે છે. માટે હે ચેતન ! તું મનુષ્ય ભવને ફોગટ ન ગુમાવ, અને જૈન ધર્મમાં તારું મન સ્થિર કરીને આત્માની શુદ્ધિ કર !જે મનુષ્ય આત્મજ્ઞાનનું દાન કરે છે અને અનેક સદગુણેનું બીજાઓને દાન કરે છે, અન્ય મનુષ્યોને સમકિતનું દાન કરે છે, તે આમાના પૂર્ણાનન્દનો ભેગ પામે છે, અને એવા આત્માથી મનુષ્ય સમકિતની પ્રાપ્તિપૂવર્ક ચારિત્રની પ્રવૃત્તિ કરીને મોક્ષ પદને પામે છે. મેક્ષમાં અનંત સુખ છે. સમ્યમ્ દર્શન પામ્યા પછી જ મનુષ્ય, મેક્ષ પામી શકે છે. સમ્યગ દર્શન પછીજ ધર્મકિયાની ખરી જાગૃતિ પ્રગટે છે અને પશ્ચાત્ અલ્પકમને બંધ અને અનેક કર્મની નિર્જરા થાય છે. અપુનળધક દશાવાળ સમ્યગદષ્ટિ આત્મા થાય છે. ચોથા આરામાં કેવલજ્ઞાનની પ્રાપ્તિના જેવી હાલ પાંચમા આરામાં સમગ્ર દર્શનની પ્રાપ્તિ છે. માટે હે ચેતન ! તું અત્યંત લગની લગાવીને દેવગુરૂ ધર્મની આરાધના કર અને જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિમાં અત્યંત પુરૂષાર્થ ફોરવ!! અને સર્વ પ્રકારનાં કર્મનાં દુ:ખરૂપ અપમંગલનો નાશ કરીને આત્માના આનંદની મંગળમાળાને પ્રાપ્ત કર!! હે ચેતન તું આનંદમંગળ રૂપ છે. માટે આત્માના શુદ્ધપગથી આનંદરૂપ મંગળતાને પ્રગટ કર અને દેહ છતાં દેહમાં પ્રભુરૂપે જીવીને અનંત આનંદને ભેંકતા થા !
For Private And Personal Use Only