________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪). પરમાત્મા નથી પણ જીવતે પરમાત્મા તે શરીરમાં રહેલે કેવળજ્ઞાની આત્મા જ છે. આત્માથી બીજે કઈ પરમાત્મા નથી. સર્વ સ્થાવર તીર્થો કરતાં પણ અનંત ગણે મોટે વિશુદ્ધ આત્મા છે, તેનાથી સર્વ સ્થાવર તીર્થો અને જંગમ તીથ બને છે. દુનિયામાં રહેલી સર્વ પ્રકારની વિદ્યાઓ અને સર્વ પ્રકારના ધર્મશાસ્ત્રો આત્મામાંથી પ્રગટે છે. ભૂતકાળે એવાં અસંખ્ય ધર્મશાસ્ત્રો, અસંખ્યધર્મદષ્ટિ-દર્શને ખરેખર આત્મામાંથી પ્રગટ્યાં, વર્તમાન નમાં પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે, જે સત્યને અસંખ્ય ધર્મ શાસ્ત્રોમાંથી શેધી કાઢવાનું છે તે સત્ય તો અનાદિ કાળથી આત્મામાં છે પણ તેને ત્યાં શેધવાની જ વાર છે. આત્મામાં જે સુખ નથી તે બહા૨ કેઈ સ્થળે નથી. આત્મામાં જે સત્ય છે તે બહારમાં પણ સત્ય છે. જે જે આત્મામાં છે તેને જ બહાર પ્રકાશ થાય છે. આત્માને પરિપૂર્ણ શુદ્ધ કરતાં જગત્માં કંઈપણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, એ જેને દઢ નિશ્ચય છે તે જ પૂર્ણ શુદ્ધાત્મપરબ્રહ્મને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે છે નામ આત્મા, સ્થાપના આત્મા, અને દ્રવ્ય આત્મા એ ત્રણ નિક્ષેપાથી જે આત્મા છે તે આત્મા તે દ્રવ્ય આત્મા ગણાય છે, અને સમ્યગજ્ઞાન પ્રગટ્યા પછી આપાગી જે આત્મા થાય છે તે ભાવાત્મા કહેવાય છે. ભાવાત્મા જે હોય છે તેજ પર માત્મ પદને પ્રાપ્ત કરે છે, શુકલધ્યાનને બીજો પાયો દયાવતાં જ્ઞાની, ધ્યાનસમાધિ બળે ઘાતકર્મને ક્ષય કરીને પરમાત્મા બને છે. પરમાત્મા તે અનંત જ્ઞાનદર્શન ચારિત્ર ગુણનું ઘર છે.
ભાવાત્મા, સર્વ કર્મનો નાશ કરવા માટે પુરુષાર્થ કરે છે અને તે ખરેખર સાધક બને છે, અને કર્મનું મર્મ જે રાગ અને દ્વેષ છે તેને ક્ષય કરે છે. તે આત્માની શુદ્ધ દયા કરે છે, અર્થાત્ આત્માને ચાર ગતિમાંથી પરિભ્રમણ કરતાં વારો અને સર્વ દુ:ખના સમૂહમાંથી મુકાવો તેજ આત્મભગવાનની આત્મા ઉપર કરૂણું છે, અને તેવી ભાવ કરૂણાવાળો મુનિ, સંસારના સર્વ જીવો ઉપર રાગ પણ કરતા નથી, અને દ્વેષ પણ કરતો નથી, તેમજ જડ પદાર્થો ઉપર તે સમભાવે પ્રવર્તે છે. જ્ઞાની મુનિ કર્તવ્ય કાર્ય કરે છે, પણ અંતરમાં જડ ચેતન સર્વ જગત્ ઉપર ઉદાસીન ભાવે વર્તે છે.
For Private And Personal Use Only