________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમભાવ તેજ ઉદાસીન ભાવ છે. વીતરાગ ભાવ તેજ ઉદાસીન ભાવ છે. ઉદાસીન ભાવવાળ જ્ઞાની અંતરમાં નિલેપ હોવાથી બાહ્યથી સર્વ કામ કરતો છત અંતમાં નિષ્કર્મા રહે છે. વૈરાગી, ઉદાસીન ભાવમાં પરિણમેલ આત્મા, જગમાં માનમાં અને અપમાનમાં લેપાત નથી, હર્ષમાં અને શોકમાં લેપાતું નથી અને પરમાત્મપદની પ્રાપ્તિ માટે અંતરુમાં શુદ્ધ પગની લગની લગાવે છે અને છેવટે પરમાત્મપદ મેળવે છે. परम अध्यातमने लखे । सद्गुरु करे शुभ संग ॥ तिणकुं भव सफलो होइ । अविहड प्रगटे रंग ॥४७॥ धर्म ध्यानको हेत यह ॥ शिवसाधन को खेल ॥ एसो अवसर कब मले ॥ चेत शके तो चेत ॥४८ ।। वक्ता श्रोता सवि मले ॥ प्रगटे निज गुण रूप ॥ अखय खजानो ज्ञानको ॥ तिन भुवनको भूप ॥ ४६॥
ભાવાર્થ-જેઓ પરમ અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જાણવા માટે આત્મજ્ઞાની સદ્ગુરૂને સંગ કરે છે, અને આત્માનું સ્વરૂપ અનુભવે છે, અને અંતરમાં લયલીન રહે છે, અને જેને આત્મામાં નિશ્ચળ રંગ લાગ્યો છે, તેને જ જન્મ સફળ છે. બાકી ખાવું પીવું ને વિષયભેગ ભેગવવા તેનાથી કેઈના જન્મની સફળતા નથી, આ
ત્માના સ્વરૂપમાં જ પૂર્ણ અનંત સુખ છે. તે વિના બાહ્યમાં તે દુ:ખજ છે, અનંત સુખ પ્રાપ્ત કરવામાંજ મનુષ્ય જન્મની સફળતા છે. મનુષ્ય જન્મ, ખરેખર ધર્મધ્યાન કરવાને માટે અને પૂર્ણ મેક્ષ પ્રાપ્ત કરવાને માટે છે. મોક્ષ પ્રાપ્તિના ખેલથી જ મનુષ્ય જન્મની સફળતા છે. માટે હે ચેતન! તારાથી જેટલું ચેતી શકાય તેટલું ચેત !! મસ્તક પર કાળને ઝપાટે વાગ્યા કરે છે, દુનિયાના સર્વ પદાર્થો ક્ષણિક છે, તારૂં ધારણ કરેલું શરીર પણ ક્ષણિક છે, તેની શખ થઈ જતાં વાર લાગવાની નથી. માટે હે ચેતન ! તું માટીના પુતળામાં કેમ મેહ ધારણ કરે છે? અને માટી રાખનું બનેલું સ્ત્રીનું શરીર છે અને તે અશુચિમય છે તેની ચામડી ભેગવવા માટે કેમ મોહિત થઈ રહ્યો છે? માટે ચેતી શકે તે ચેત. મન એ માંકડું છે.
For Private And Personal Use Only