________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) ભાવાર્થ-જેઓ આત્મજ્ઞાનથી અંધ છે, તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનું સ્વરૂપ જાણતા નથી. બહિરાત્મા, તે અંતરાત્મા, અને પરમાત્માનું વરૂપ જાણતા નથી. મનુષ્ય જન્મમાં શું કરવું જોઈએ ? તેનું તે સત્ય ૨હસ્ય જાણતા નથી. એવા અજ્ઞાની અને બહારથી સાધુ લિંગધારીએની સંગતિ ન કરવી જોઈએ. કારણકે તેઓ મોક્ષમાર્ગને જાણતા નથી અને આત્માના શુદ્ધ ધર્મનું સાધન કરતા નથી. તે તેઓની સંગ કરનારાઓને તેઓ શી રીતે તારી શકે ? તેઓ તરી શકતા નથી અને સંગ કરનારાઓને તારી શકતા નથી. માટે ગીતાર્થ આત્મજ્ઞાની સંતસાધુઓની સંગતિ કરવી કે જેથી પોતાને આત્મા જ્ઞાની થાય. જે મુનિરાજે અંતરાત્મારૂપે થયેલા છે અને પરમાત્મ સ્વરૂપ જાણીને પરમાત્મદશા પ્રગટાવવા પુરૂષાર્થ કરે છે, તેઓની સંગતિ કરવી. એવા અંતરાત્મજ્ઞાની મુનિરાજ, સર્વ કર્મનો નાશ કરે છે અને પિતાના સંગમાં આવનારાઓને પણ ઉદ્ધાર કરી શકે છે. જેની સંગતિથી આમાની શુદ્ધિ થાય તેની સંગતિ કરવી. જેઓ પોતે મોહરૂપ શયતાનના ફંદામાં ફસેલા છે તેઓ બીજાને મેહરૂપ શયતાનના ફંદામાં ફસાવે છે માટે આમાનુભવ જ્ઞાનીઓની સંગતિ કરવી. જેઓ વસ્તુ સ્વભાવે ધર્મને જાણે છે. આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રના ધર્મને માને છે. જ્ઞાન દર્શન ચારિત્ર એજ આત્માને ધર્મ છે એમ પ્રરૂપણ કરે છે એવા અધ્યાત્મજ્ઞાની મુનિ મહારાજાએ આત્મધર્મને પ્રાપ્ત કરે છે, અને પરમાત્મા બને છે. તેઓ પોતે આત્માના સ્વરૂપને અનુભવ કરે છે અને તેમના શિષ્યોને પણ તેવો અનુભવ કરાવે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. માટે અધ્યાત્મજ્ઞાની મુનિવરેની સંગતિ કરવી અને તેઓની સંગતિ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, કે જેથી આત્માની શુદ્ધિ વિજળીના વેગે થાય છે. જે મુનિયે આત્માનું ધ્યાન ધરીને પિતાની પૂર્ણતા અનુભવે છે અને અન્ય વસ્તુઓની પ્રાપ્તિવડે જે પોતાની પૂર્ણતા માનતા નથી અને આત્મા છે તેજ આનંદજ્ઞાનથી પૂર્ણ છે એમ અનુભવ કરીને આત્મ સ્વભાવ માં રમે છે એવા સુનિયોને બાહ્ય સ્વભાવમાં કંઈપણ પ્રાપ્ત કરવાનું
For Private And Personal Use Only