________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
વિચારની કૃતિ છે ”—અથવા મનુષ્યના ચરિત્ર ( character ) ને આધાર મેટે ભાગે તેના વિચાર પર રહેલો છે.
પ્રથમ મનુષ્ય અમુક કામ કરવાનો વિચાર કરે છે, તે વિચારને બીજા તેવાજ પ્રકારના વિચારે કરી ધીમે ધીમે તે પુષ્ટિ આપે છે તે વિચારે ઘટ્ટ થતા જાય છે. તે વિચારોનું પ્રાબલ્ય વધતું જાય છે.
જ્યારે વિચારનું જોર ઘણું જ વધી પડે છે, ત્યારે તે વિચારે કાર્યરૂપે પરિણમે છે. જે તે મનુષ્ય સારી બાબતના વિચારોનું પોષણ કર્યું હોય છે તે સારું કાર્ય થવા પામે છે, અને જે ખરાબ બાબત સંબંધીના વિચારોને તેણે ઉત્તેજન આપ્યું હોય છે તે પરિણામ પણ ખરાબ કાર્યમાં આવે છે. વિચારનું કેટલું બળ છે તેને હજુ આપણને ખ્યાલ પણ નથી. પણ તે એક એવી શક્તિ છે કે જેને સદુપયોગ કરવાથી મનુષ્ય ધારે તે પિતાને બનાવી શકે છે. યોગસારમાં કહ્યું છે કે–
यदा ध्यायति यद्योगी याति तन्मयतां तदा। ध्यातव्यो वीतराग स्तन्नित्यमात्मविशुद्धये ॥१॥
જ્યારે યોગી જેનું ધ્યાન કરે છે ત્યારે તે તદરૂપ બને છે, માટે જે આત્માની વિશુદ્ધિ કરવી હોય તે વિશુદ્ધિ સ્વરૂપી વીતરાગનું ધ્યાન કરવું.
માટે જે સ્વરૂપ તમારે મેળવવું હોય અથવા જે રૂપ તમારે થવું હોય તેનું ધ્યાન કરવું આવશ્યક છે. તમે જે જરા બારીક વિચાર કરશે તે તમારી બાહ્ય સ્થિતિ પણ તમારા માનસિક વિચારેનું પરિણામ છે એમ જણાયા વગર રહેશે નહિ. મન તથા શરીરને નિકટને સંબંધ છે, તથા મગજ તથા શરીરને સંબંધ નજદીકને છે, એ પાશ્ચાત્ય શાસ્ત્રોએ તેમજ પૂર્વના ગ્રન્થોએ બહુ સારી
For Private And Personal Use Only