________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
રીતે પૂરવાર કર્યું છે. મનની શરીર ઉપર અસર થાય છે, તે તો એટલું બધું ખુલ્યું છે કે તેને સાબીત કરવાની પણ જરૂર જણાતી નથી. ઘણું ચિંતાતુર મનુષ્યોને શરીરે સુકાઈ જતાં આપણે નજરે જોઈએ છીએ. જ્યારે મનુષ્ય ઉદાસ હોય છે, ત્યારે તેને ખાવાપર રૂચિ થતી નથી. તે વખતે આનંદ આપનારા બનાવો પણ અરૂચિકર લાગે છે. ક્રોધ મનુષ્યના મુખપર જણાઈ આવે છે, અને તેના લેહીને વિકારી બનાવે છે જેથી તે ધી મનુષ્ય હમેશ સુકલકડી જેવો રહે છે. એક મનુષ્ય પોતાના મિત્ર સાથે આનંદમાં બેઠો હોય છે તેવામાં તેનું વહાણ ગુમ થયાના સમાચાર મળે છે. તરત જ તે વિચાર તેના મગજમાં દાખલ થાય છે, અને પાંચ મીનીટમાં તે તેના આખા શરીરનો રંગ બદલાઈ જાય છે. કોઈ કોઈ વાર તે આવા કેઇ મોટા પ્રસંગે તે મનુષ્યના કાળા વાળ ધોળા થઈ જતા જણાય છે. તે જ પ્રમાણે કોઈ સુખદ સમાચાર સાંભળતાં ઘણા દિવસના માંદા પડેલા દરદીએ એકાએક પથારીમાંથી સાજા થઈ ઉઠયાના સમાચાર પણ આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ.
આ ઉપરથી એ પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે વિચારની શરીરપર ભારે અસર થાય છે. કેવળ શરીર પર નહિ પણ બાહ્ય સંજોગોપર પણ અસર થતી આપણે જોઈએ છીએ. જેવી પરિસ્થિતિને આપણે વિચાર કરીએ છીએ તેવી પરિસ્થિતિ–બાહ્ય સંજોગો વહેલા કે મોડા આપણને મળી આવ્યા વગર રહેતા નથી. જે આપણે નિશ્ચય બહુજ દઢ હોય તે આ ભવમાં ને આ ભવમાં આપણી ભાવના સિદ્ધ થાય છે. જેમ વિચારો વધારે ચોકસ, એકાગ્ર અને મજબુત તે પ્રમાણમાં તે વિચારોનું ફળ વધારે શીધ્ર આવે છે.
આત્માની શક્તિઓ પ્રકટ થાય તે માટે તેમને જોગવાઈ કરી આપવી, એ પણ આપણું કર્તવ્ય છે. આત્માની શક્તિઓ આ જગ
For Private And Personal Use Only