________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
પાંચને બદલે સવાપાંચે ઉઠો તે તેમાં કાંઈ નુકસાન નથી; પણ એકવાર પાંચ વાગે ઉઠવાને નિશ્ચય કર્યા પછી સવાપાંચે ઉઠવું તે દ્રઢ નિશ્ચયને તેડનાર રૂપ છે, તે તમારી દઢ ઈચ્છાશક્તિને નરમ પાડવા સમાન છે. માટે નિશ્ચય કર્યા પછી ડગશો નહિ.
કોઈ પણ બાબતને નિશ્ચય કર્યા પછી તેમાં જે ભૂલ લાગે તે તે ફેરવવાને તમને હક છે, પણ તે વિચારપૂર્વક જ થવું જોઈએ. પણ સહેજ અંતરાય આવતાં, સહેજ મુશ્કેલી પડતાં તમારા નિશ્વયને ત્યાગ કરવો એ ઈચ્છાશક્તિને મારી નાખવા સમાન છે.
સવારમાં ઉઠવાને આ એક નિયમ કશે. પણ એવા ઘણું નિયમ જણાવી શકાય. આપણા શાસ્ત્રમાં જે ચાદ નિયમે કહ્યા છે, અને તે દરેક શ્રાવક અથવા શ્રાવિકાએ સવારમાં અંગીકાર કરવા જોઈએ, આખો દિવસ પાળવા જોઈએ, અને તે બરોબર પળાયા છે કે નહિ તેની રાત્રિએ તપાસ કરી જવી જોઈએ–તે નિયમે પણ ઉપર હેતુ ધ્યાનમાં રાખી પાળવામાં આવે તે ઘણે લાભ મેળવી શકાય.
આ નિયમને હેતુ સમજી પાળનાર મનુષ્ય અપ્રમત્ત થયા વિના રહે જ નહિ અને શ્રી વીરપ્રભુએ ગૌતમને આપેલો ઉપદેશ–હે ગૌતમ! એક ક્ષણવાર પણ પ્રમાદ કરીશ નહિ. યથાર્થ રીતે તેમણે પાળેલો કહી શકાય.
અમુક બાબત જે આપણે કરવા માગતા હોઇએ, તે બાબતને પ્રથમ તો દઢ વિચાર કરે; તે બાબતનું મનન કરવું, તે બાબતનું ધ્યાન કરવું, તે બાબતમાં તલ્લીન થઈ જવું. આનું પરિણામ એ આવશે કે તે વિચારો અનુસાર આપણે આપણું વર્તન ચલાવી શકીશું. મનુષ્ય જેનું ધ્યાન કરે તેવો થાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતાં શ્રમરી થઈ ઉડી જાય છે. “મનુષ્ય એ
For Private And Personal Use Only