________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
કહે છે. જેમ એક સોની દુકાનમાં બેઠો બેઠે ઝીણી સોનાની વસ્તુઓમાં કેરણી કરતો હતો. તેની સુરતા એવી છે ત્યાં પરેવાઈ કે ત્યાંથી રાજનું સૈન્ય ગયું તો પણ તેણે જાણ્યું નહિ. શું ત્યારે અમે ગૃહસ્થાવાસમાં આવું ચિત્ત રાખીએ તો સંસારનાં કાર્યો શી રીતે થાય ? તેના ઉત્તરમાં હું તમને જણાવું છું કે સંસારનાં કાર્યો કરતાં પણ તમારી સુરતા આત્મામાં સાંધ્યા કરે. ટેવ પાડશે કે તમને આ કાર્યા સહેલું લાગશે. તેમ વળી સાંજ સવાર રાત્રીમાં આ મહા કાર્ય માટે કેટલીક વખત નિયમિત કરે, અને તમારું કાર્ય સિદ્ધ થાય તેવા ઉપાયો પ્રતિદિન આચારમાં મૂકતા રહે !! એટલે તમે આ ધર્મધુરાને સુખેથી વહન કરી શકશો. પ્રયત્નમાં ખરા પ્રેમથી જોડાઓ. પ્રયત્નને સેવ્યા વિના જીવન્મુક્તિ વા સિદ્ધપણું મળતું હોય તે સર્વજી મુક્ત થાત. શ્રી ગુરૂનું સાહા સાંનિધ્ય અથવા કૃપા પણ સાધકને ફળની પ્રાપ્તિ કરાવવામાં તેના પિતાના પ્રયત્નની અપેક્ષા રાખે છે. ઉપદેશનું દાન પુનઃ પુન: વિવિધ વચનથી શિષ્યમાં ઉત્સાહ ભાવ જાગ્રત કરવો. પ્રયનની અતિવિક્રતાથી હારી જતા હૃદયને ધૈર્ય તથા શૈર્યનું અર્પણ કરવું. વિગેરે કાર્ય કરવા એજ સદગુરૂની કૃપા છે, અને
www.kobatirth.org
For Private And Personal Use Only