________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧ સ્વરૂપ ઉપર ફરતાં હરતાં સુરતા રાખ્યા કરે, કામી પુરૂષની સ્ત્રીના ઉપર જે સુરતા છે તે સુરતાથી તેને વાસ્તવિક સુખ લાભ મળતો નથી, અને સાત ધાતુથી ભરપૂર વિકાની કોથળી એવી અપવિત્ર સ્ત્રીના ઉપર રાગ કરવો તેથી કર્મ બંધન થાય છે અને તે કર્મ બંધનથી જન્મ જરા મરણનાં દુખ પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર સુરતા લગાડવાથી કર્મને નાશ થાય છે. સંતોષની પ્રાપ્તિ થાય છે. અને જન્મજ રામરણનાં દુઃખ ટળે છે, અને શાશ્વત સત્ય આનંદ મળે છે. માટે સર્વોત્તમ વાત આત્માની સાથે સુરતા સાંધવી તે છે. શ્રી આનંદધન પ્રભુ એમ કહે છે કે તમે તેવી રીતે આમપ્રભુ વા તીર્થંકરપ્રભુની સાથે સુરતા અવિચિછન ધારણાથી લગાડી પ્રભુનું નામ લે. એટલે પ્રભુનું સ્મરણ કરે. ચોથા ગુણ ઠાણાથી આવા પ્રકારની સુરતા ભેદજ્ઞાન, પ્રાપ્ત થતાં થાય છે. પુદગલનો ધર્મ અને આત્મધર્મનું જ્ઞાન જ્યારે થાય છે, અને હંસ જેમ દુધ અને પાણીને ચંચુથી જુદાં કરી નાંખે છે તેમ જે જીવ, ભેદજ્ઞાન યોગે આત્મા અને પુલની ભિન્નતા વિવેકદૃષ્ટિથી કરે છે, તે ભવ્યજીવ, પૂર્વોકત પ્રકારની સુરતાનો અધિકારી થાય છે. એવી સુરતા
www.kobatirth.org
For Private And Personal Use Only