________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડાનંદના ભકતા બને. એમ શ્રી આનંદઘનજીની હિત શિક્ષા છે. વળી તેઓશ્રી જણાવે છે કે –
જેમ કામી પુરૂષ, જુવાન સ્ત્રીને દેખી કામી બને છે. તેને વારંવાર યાદ કરે છે. વારંવાર કામના અર્થે તેને મળવા ઈચ્છે છે. તેના વિના તે સર્વત્ર શૂન્ય દેખે છે. તેના મનમાં ધારેલી સ્ત્રીના જ વિચારો રમ્યા કરે છે. સારમાં સાર તે સ્ત્રીને ગણે છે. તેના માટે તનમનધન કુરબાન કરે છે. ગમે તે ઠેકાણે હેય, ખાતે પીતે હોય, વાત કરતો હોય, કોઈ પણ કામકાજ કરતો હોય તે પણ તે પુરૂષની સુરતા કામના વિષયમાં કામીનીના ઉપર જ લાગી રહી હોય છે. તેમ તમે પણ સારમાં સાર આત્માને ગણી, પ્રાયમાં પ્રાપ્ય ગણી, આદેયમાં આદેય ગણી તે આત્મામાં સુરતા લગાડે. વળી વારંવાર આત્મધર્મને સમય કરે, વળી આત્માથી પુરૂષોને હિત શિક્ષા કે આ જગતમાં સર્વ પ્રકારની પલિક વસ્તુઓને ક્ષણિક અસત્ય ગણું સત્ય પણું આત્મામાં ધારણ કરે. તન ધન મનને પણ આભધર્મની પ્રાપ્તિ અર્થે કુરબાન કરે. વારંવાર આત્મધર્મના ધ્યાનમાં પ્રવર્યા કરે. જેમ તે કામ પુરૂષની સુરતા કામની ઉપર અંદરથી લાગી રહેલી હોય છે. તેમ તમે પણ આમ
www.kobatirth.org
For Private And Personal Use Only