________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
રહી છે. રખેને મારી ગાગર પડી જાય એમ ખબર રાખતી રહે છે. અને તેમાં જ સુરતા રાખે છે. તેમ તમે પણ છે ભવ્ય જીવો ! ! એવી રીતે આત્મસ્વરૂપમાં સુરતા સાંધો ! અત્તરમાં અનંત ગુણ અનંત શકિતથી શોભાયમાન આત્મામાં દરેક કામકાજ કરતાં સુરતા શખ, હાસ્ય, વિથા, નિંદા, વિગેરે કુકર્મ કરનારાઓના સંબંધમાં તમે આવે તો પણ અંતરાત્મા ભગવાનમાં સુરતા સાંધી કુકર્મથી અલગ રહેજો, આમ ભગવાનની ઉપાસનામાંજ અંતથી સુરતા રાખજે આવી સુરતા વિના આમભગવાન શી રીતે પ્રસન્ન થાય ? તમે હાથે કરીને આત્મરૂપીસર્યના જ્ઞાન પ્રકાશપર રાગદ્વેષ રૂપ વાયુ વેગે શુભાશુભ કર્મરૂપ વાદળાં લાવે છે, તેમાં તમારે વાંક છે, અન્યને વાંક નથી. તમારે આત્મા તેમ કર્યાથી પ્રકાશ ન આપે તેમાં તમે જ કારણભૂત છે, તમારી મેળેજ તમે પગઉપર કુવાડી મારી છે. તમારી મેળેજ તમે ઠાંસી ઠાંસીને ગળા સુધી ભરી અજીર્ણ ઉત્પન્ન કર્યું છે. તમારી મેળેજ બળતા અગ્નિમાં કુદકે મારી પડયા છે. તમારી મેળેજ તમે સપના મુખમાં હાથ ઘાલી જીવવાનું ધાર્યું છે. તમારી મેળેજ તાલપુટ વિષ ભક્ષણ કર્યું છે. શું તેને હવે
www.kobatirth.org
For Private And Personal Use Only