________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે. તે મારા વિના બૂમો પાડતું હશે. તે ભૂખ્યું થયું હશે. તે મને સંભારતું હશે. એ વાછરડાને કેમ હશે એમ ચિંતવતી ગાય પિતાની સુરતા વાછરડામાં અન્ય કાર્યો કરતાં છતાં પણ રાખે છે. તેમ આનંદઘનજી મહારાજ કહે છે કે, હે ભવ્ય શ્રેય સાધકો—તમે પણ વ્યવહારનાં, વેપારનાં, દુકાનનાં, નેકરીનાં, રાજ્યનાં, નિશાળનાં, ખેતીનાં, મીલનાં વિગેરે હરેક કાર્યો કરતાં છતાં પણ તમારી સુરતા તમારા શરીરમાં જિનસ્વરૂપ આત્મામાં રાખે એટલે અનેક પ્રકારનાં વ્યવહારના કાર્યો કરતા છતા પણ અન્તસ્થી તે સર્વકાર્યથી ન્યારા રહી તમે આત્મામાં પુનઃ પુનઃ સુરતા સાંધે તો તમારે આત્મારૂપ પરમેશ્વર પ્રસન્ન થાય, અને સમયે સમયે અનંતસુખના વિલાસી બનો. વળી આનંદઘનજી મહારાજ આત્માની સાથે કેવી રીતે સુરતા સાંધવી તેના ઉપર દૃષ્ટાંત આપી જણાવે છે કે ચારપાંચ સાહેલીયાંરે–ચાર પાંચ સરખે સરખી ઉમરની જુવાન સાહેલીઓ માથે ગાગરીઓ મૂકી સાથે પાણી ભરવા જાય છે, અને પાણી ભરીને હસતી હતી પરસ્પર તાળીઓ દેતી ચાલે છે, પછી વાતો કરતી ચાલે છે, પણ તેની સુરતાતો વાતો કરતાં, ચાલતાં, હસતાં, તાળી દેતાં ગાગરમાંજ લાગી
www.kobatirth.org
For Private And Personal Use Only