________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારેને પુનઃપુનઃ પુષ્ટ કરવા અને ત્રેવીસે કલાક બહિરાત્માનાં જ લક્ષણો જ હદયમાં સુરાવવા તથા પેશવાં તેથી અસંખ્યાત ઉત્સર્પિણ કે અવસર્પિણુકાલ વહી જાય તે પણ શુદ્ધપરમાત્માસવરૂપ પ્રગટવાનું નથી. ભલે સાક્ષાત તીર્થકર ભગવાન પોતે ગુરૂ મળે તે પણ તમે પોતે શુદ્ધ ઉપદેશનો સ્વીકાર કરીને તે ઉપદેશને આચરણમાં ખરા પ્રેમભાવથી નહીં ઉતારો ત્યાં સુધી તમારા મનમાં ભલે તમે રાજી થાઓ કે અમે તત્ત્વ પામ્યા, કૃતાર્થ થયા, પણ તમે કૃતાર્થ થયા નથીજ. જરા અંતમાં જુઓ તે ખરા, તમારામાં મેહના કેટલા વિકારો ભર્યા છે, અને એ તમને ગુપ્ત રીતે કેવી પીડા આપે છે. તમે તે રાગ દ્વેષાદિને પુનઃ પુનઃ સેવન કરે છે, તેનાથી નિવત્યા વિના તમે આત્માની તરફ વળવાના નથી, તમે રાગ દ્વેષતરફ દૃષ્ટિ આપ્યા વિના આત્મભગવાનનું સ્મરણ કરે. હું નિરાકાર અરૂપી શાશ્વત અનંતજ્ઞાન દર્શનને અધિષ્ઠાતા છું. મારું સ્વરૂપ અલક્ષ્ય છે, નામ રૂપથી હું ત્યારે છું. એવી ભાવના ક્ષણે ક્ષણે હરઘડીએ કરતા રહે, તમારી સુરતા આત્મભગવાનમાં ખાતાં પીતાં. બેલતાં ચાલતાં ન્હાતાં જોતાં રાખ્યા કરે. આત્માને વિષે કેવી રીતે સુરતા રાખવી તે નીચેના પરથી માલમ પડશે.
www.kobatirth.org
For Private And Personal Use Only