________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સનું મૂળ આત્મા આત્માને આત્માજ છે, આત્મા વિના અન્ય કોઇ વસ્તુ નથી. આત્મામાંથીજ કેવલજ્ઞાન વલદન અને અનન્તથીય ઉત્પન્ન થાય છે, અઠ્ઠાવીશ લબ્ધિયા પણ આત્મામાંથીજ પ્રગટે છે, અનેક પ્રકારના ચમત્કાર પણ આત્મામાંથીજ પ્રગટે છે, મેરૂ પર્વતને ધ્રુજાવે, ધરણીને હલાવે, તારામાંડળને અધઃપતન કરાવે એવા પ્રકારનું સામર્થ્ય પણ આત્મામાંજ છે, તમે સાંભલ્યું વા વાંચ્યું છે કે ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુને ઇંદ્ર મહારાજ મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહેાત્સવ કરાવવા લેઇ ગયા, ત્યાં અનેક ફળો કરી પ્રભુને સ્નાન કરાવતાં ઇન્દ્રના મનમાં વિચાર આવ્યા કે શ્રી વીર પરમાત્મા નાના ખેલ છે તે આટલા બધા ફળોનું જળ શી રીતે સહન કરશે? એમ ઈંદ્રના મનમાં સશય થતાં તે વિચાર શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી જાણી લીધે। અને જમણા પગના અંગુઠ્ઠાવ મેરૂ પર્વતને હલાવ્યું, તેથી મેરૂ પર્વત હાલ્યા. શિખર પડવા જેવાં થઈ ગયાં. આ ઉત્પાત કાળે કર્યો તે ઇન્દ્રે અધિ જ્ઞાનથી જાણી શ્રી વીરપ્રભુને ખમાવ્યા તેમની સ્તવના કરી. આ દૃષ્ટાંત જેવાં તે લાખે। દ્રષ્ટાંત છે, અને તે અનતશક્તિ આત્મામાંજ રહી છે, તેને પ્રગટાવવા પ્રયત્ન કરવા.
www.kobatirth.org
For Private And Personal Use Only