________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર
રને હદયમાં જાગ્રત કરો. આ ઠેકાણે સમજવું કે, શુદ્ધ વિચાર એ આત્માના સ્વરૂપસંબંધી વિચાર જાણવો. શુદ્ધ વિચાર એ આત્મસ્વરુપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે, કર્મરૂપ બળ અગ્નિ એલવવા શુદ્ધ વિચાર મેઘના જળની વૃષ્ટિ સમાન છે, આત્મસ્વભાવ સર્વકાળ જાગ્રત, રાખવે એ શુદ્ધ વિચારને અવધિ છે, અને એજ સર્વોતમભકિત છે, શુદ્ધ વિચારથી આત્મસ્વરૂપમાં અખંડ અનુસંધાન કરવું, એજ ભક્તિની પરાકાષ્ટા છે, અત્યંત પ્રેમે આત્મારૂપ પરમાત્મસ્વરૂપને વારંવાર સ્મરવું, આત્મ
સ્વરુપના લક્ષણોને અંતઃકરણમાં તીવ્ર પ્રેમથી જુરાવવાં. આત્મધર્મના વિચારથકી વિજાતીય વિચારને દિલમાં પ્રગટવા ન દેવા, આત્માને શુદ્ધ ધર્મમાં તન્મય થઈ જવું, એજ ભક્તિનું ઉચ્ચ શિખર છે, આવી સાધારણ અનન્ય ભકિત જ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવે છે, અને સર્વજ્ઞ પદ આપે છે.
વિદ્યા અને જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે ? શાસ્ત્ર સુત્ર ગ્રંથો ક્યાંથી નીકળ્યા ? જ્ઞાનીઓએ શાસ્ત્ર અને અનેક પ્રકારની તવ વિદ્યાઓના વિચારો પ્રગટ કયા મૂળમાંથી કર્યા? તે તમે જાણે છે ? હું તમને કહું છું કે–તે
www.kobatirth.org
For Private And Personal Use Only