________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ઉપર ઘણું વિવેચન કરવા યોગ્ય છે. પણ અત્ર પ્રસંગે પાર ટુંકમાં દિગદર્શન કર્યું છે. અતિ તૃતીયભંગ.
૪. પાપાનુબંધી પાપ–જે પાપના ઉદયથી અશાતા વેદનીય ભોગવતાં છતાં પાછું તેથકી પાપ બાંધવામાં આવે તેને પાપાનુબંધી પાપ કહે છે, જેમકે ખરાબ નીચકુળ અવતાર તેમાં પણ ખાવાનું પીવાનું મળે નહીં એવી સ્થિતિ પ્રાપ્ત થાય, ને વાઘરી ધીવર ચંડાળ વિગેરે કૂળ વા એવાં પાપ ભોગવવાની અન્ય જાતિ અને તેમાં પાપને પાછે બંધ કરવામાં આવે–એવા જૂઠા બેલવાના ધંધા, હિંસા કરવાના જ ધંધા, ચેરી કરવાના ધંધા, મા આરંભ કરવાના ધંધા, પ્રાણુઓને કાપી નાખવાના ધંધા, બાલ હત્યા, સ્ત્રી હત્યા, સાધુ હત્યા, વિગેરે હત્યા કરવી. તે સર્વ પાપાનુબંધી પાપ જાણવું. એ પાપાનુબધીપાપ કરી છે, નરક અને તિર્યંચ આદિ ગતિમાં અવતરે છે, અને ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવે છે, તાઢ, તડકો, ભૂખ, તૃષા વિગેરે અનેક પ્રકારનાં દુઃખ પીડાએ ભોગવવી પડે છે.
આ પ્રમાણે પુણ્ય અને પાપ પણ વિચારે રૂપ લેશ્યાનું જ ફળ છે. કલ્યાણની ઈચ્છાવાળાએ શુદ્ધ વિચા
www.kobatirth.org
For Private And Personal Use Only