________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬.
ગ્રહસ્થ બની સારૂ સારૂ ખાય છે. વ્યભિચાર સેવે છે, ફૂડ કપટ કરે છે. એક બીજાને લડાવે છે. તે જીવ, તથા પ્રકારનું પુણ્ય ભેગવતા હાલ તો તેવા ઘણા માલુમ પડે છે. ત્યારે તેવા પાપીને સુખ અંશ આરામ લક્ષ્મી ભોગવતા દેખી કોઈ અજ્ઞાની કહે કે, જુઓ ભાઈ, ધમના ઘેર ધાડ, અને પાપીના ૨ કુશળ. મોટા મોટા સાહેબ લેકે વા અમુક લેકે પાપ કરે છે માટે તે સુખી થાય છે અને તેના અવળા નાંખેલા પાસા પણ સવળ પડે છે. માટે ભાઈ આ કાળ તો પાપ કરવાનો છે. જુઓને પાપી પુરૂષ જ સુખી દેખાય છે. એમ જે ટુંક સમજણથી બેલે તેને કહેવું કે, હે પ્રિયભાઈ, તેવા પ્રકારના છે હાલ તો પુણ્ય ભોગવે છે પણ તે પુણ્યથી અત્યંત પાપ બંધાય છે, અને તે પાપ પરભવમાં તે જીવો ભોગવતા મહા રૈરવ દુઃખ પામશે. ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી કે જેથી ગપછપ ચાલ્યું જાય. તેવા પ્રકારના લોકો મોટી પદવી ભગવતા હોય, વા મહાસત્તા ધારી હોય તો પણ ધર્મસાધક પ્રિય સજજનોએ તેવાઓને દેખી મન ચંચલ કરવું નહીં અને અધર્મીઓને સુખ ભોગવતા દેખી ધર્મકૃત્ય મૂકી દેવાં નહીં, મનમાં એમ વિચારવું કે, સારાં કૃત્ય, સારા વિચાર અને
www.kobatirth.org
For Private And Personal Use Only